કરજણ તાલુકાના કલ્લા ગામે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ ચેરીટેબલ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા આરોગ્ય લક્ષી કેમ્પ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામે “સમાજ સેવા”માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર એવા પીરે તરીકત સુફી એ મિલ્લત અલ્હાજ સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ મદ ઝિલ્લુહુ આલી ની પ્રેરણા અને દુવાઓ સાથે એમના સાહબ ઝાદા ખલીફ એ મિલ્લત સૈયદ વાહીદ અલી બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કાર્યરત ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા સમાજને અર્પણ કરવામાં આવતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પૈકી બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ ચેકઅપ કેમ્પ અને લીગલ ક્લિનિક લોક અદાલત જેવી સેવાઓનું આયોજન આજરોજ કરવામાં આવ્યું આ ભવ્ય કાર્યક્રમ ફૈઝ કેમ્પસ કલ્લા ખાતે રાખવામાં આવ્યુ હતુ આવા અનેરા અવસર પર મુરિદો થી લઈ અકીદત મંદો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here