કદવાલ પોલીસ સ્ટેશન દ્વારા ગણનાપાત્ર કેસ કરી કી.રૂ,૩૭,૩૮૦/- નો મુદામાલ કબજે કરવામા આવ્યો

કદવાલ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ,વડોદરા તથા ઇમ્તિયાઝ શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્રારા છોટાઉદેપુર જીલ્લામા પ્રોહીબીશન પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અમલદારઓને સુચના કરેલ હોય જે અવયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના સંકલનમા રહી કે.કે.સોલંકી પોલીસ સબ ઈન્સ્પેકટર કદવાલ નાઓ પોલીસ સ્ટાફ સાથે કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી વોચ નાકાબંધીમા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે શંકાસ્પદ મોટર સાયકલ ઉપર ઇંગ્લીશ દારૂ લઇ જામ્બા ગામ તરફથી શંકાસ્પદ એક બજાજ કંપનીનુ પલ્સર મોટર સાયકલ ભીખાપુરા ગામ તરફ આવે છે જે મો.સા ઉપર પાછળના ભાગે મુકી રાખેલ કંતાનના કોથળા મા કંઇક વજનદાર વસ્તુ ભરી પાછળના ભાગે બાંધી લઇ આવતા હોય તેવી ચોકકસ બાતમી હકીકત મળતા નજીકમાંથી બે પંચોના માણસો સાથે રાખી મોજે જામ્બા ચોકડી પાસે થોડા થોડા અંતરે વોચમાં ગોઠવાઇ ગયેલા ત્યારબાદ વોચમાં હતા દરમ્યાન ઉપરોકત વર્ણનવાળી મોટર સાયકલ આવતા તેને કોર્ડન કરી ઉભી રાખવા ઇશારો કરતા તે પોતાની મોટર સાયકલ ઉભી રાખેલ અને ચાલક મોટર સાયકલ સાથે પકડાઇ ગયેલ જે મો.સા. ઉપર ગેર કાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નીચે મુજબનો મુદામાલ ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરેલ છે.
દાલ પકડાયેલ આરોપી:- મીનેશભાઈ ભોટાભાઈ રાઠવા ઉ.વ.૨૨ રહે.ડોલરીયા પનીયારા ફળીયુ તા,જી.છોટાઉદેપુર વોન્ટેડ આરોપી – ભોદીયાભાઈ લીમજીભાઈ રાઠવા રહે ગોદલી તા.ઘોઘંબા જી.પંચમહાલ
કબજે કરવામાં આવેલ મુદ્દામાલ:- (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૮૪ કુલ કી.રૂ.૩૭.૩૮૦/- નો
પ્રોહિ મુદામાલ (૨) એક મોટર સાયકલની કુલ કિ.રૂ.૪૦,૦૦૦/-ની મળી કુલ કિ.રૂ. ૭૭,૩૮૦/-નો સારી કામગીરી કરનાર અધિકારી / કર્મચારી :- પો.સ.ઇ. કે.કે.સોલંકી, અ.હે.કો કાળુભાઇ મખાભાઇ, આ.પો.કો.અર્જુનભાઈ કલ્યાણભાઈ બ.નં.૮૪૫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here