છોટાઉદેપુર : વરાછા પોલીસ સ્ટેશનનો ત્રણ વર્ષથી અન ડીટેક્ટ બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ક્વાંટ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદિપસિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના સંકલનમા રહી વાહન ચેકીંગ કરી ચોરીના બાઇક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા ચુચના આપેલ હોય જે આધારે આજરોજ અમો તથા સ્ટાફના માણસો રેણધા ચેક્પોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરીમા હતા તે દરમ્યાન અમોને બાતમી હકીકત મળેલ કે એક ઇસમ બદનમાં જોતા ભુરા તથા કાળા કલરનો ચોકડી વાળો શર્ટ તથા કમરે વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે. જે એક નંબર વગરની પ્લેંડર મોટરસાયકલ લઇને છકતલા(મધ્યપ્રદેશ) થી રેણધા થઇ ક્વાંટ તરફ આવનાર છે. તેવી બાતમી હકીકત આધારે અમો તથા સ્ટાફના માણસો સાથે રેણધા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હતા અને આશરે દસેક મિનિટ બાદ બાતમી હકીકત વાળો ઇસમ મોટર સાયકલ લઇને આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ જે ઇસમ નુ નામ-ઠામ પુછતા તેણે પોતાનું નામ અરૂણભાઇ ટીકમભાઇ સસ્તીયા ઉ.વ.૨૬ ધંધો.મજુરી રહે.બુરમા,નીચલા ફળીયા તા.સોઢવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નો હોવાનું જણાવતા તેની પાસેની સ્પ્લેન્ડર મોટરસાયકલ ગ્રે બ્લેક કલરની જેની આગળ-પાછળ નંબર વગરની મો.સા જેનો એંજીન નંબર જોતા-HA10AGK5L00755 નો તથા ચેસીસ નંબર જોતા- અવાચ્ય હોય જેથી એંજીન નંબર પોકેટ કોપ મા ચર્સ કરતા મો.સા નો રજી.ન. GJ-05-EX-9214 નો આવેલ અને વાહન માલીક નુ નામ કિશન નટુભાઇ ગોહિલ રહે.મ.નં.૧૩૧ સપના સોસાયટી શેરી નં.૭ મારૂતી ચોક પાસે એલ.એચ.રોડ વરાછા સુરત નુ હોવાનું જણાય આવતા તેઓનો મોબાઇલ નં.૮૮૬૬૪૨૬૫૫૦ પર સંપર્ક કરી ખરાઇ કરતા સદર મો.સા ચોરી અંગે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન – ગુ.ર.નં.11210060201169/2020 ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો ગુનો તા.૧૭/૦૭/૨૦૨૦ નારોજ રજીસ્ટર થયેલ તથા ઉપરોક્ત પકડાયેલ ઇસમને તેની પાસેની સ્પ્લેન્ડર મોટરસાયકલ ના અસલ રજી.કાગળો તથા હાલની માલીકી બાબતે પુછતા તે ગલ્લા- તલ્લા કરી ઉડાઉ જવાબ આપતો હોય અને તેની પાસે કોઇ કાગળો નહી હોવાનું જણાવતા ઉપરોક્ત મો–સા તેણે કોઇ જગ્યા એથી ચોરી કરી છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતા ઉપરોક્ત મોટરસાયકલની કિંમત ૩-૩૦,૦૦૦/ની ગણી CRPC-કલમ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરેલ છે.અને ઉપરોક્ત આરોપીને CRPC-કલમ-૪૧(૧)(ડી) મુજબ આજરોજ કલાક- ૧૯/૦૫ વાગે ડીટેઇન કરેલ છે.આમ કવાંટ પોલીસને એક ચોરીની મો.સા ચોરીના આરોપીને પકડાયેલ ઇસમ :-
પકડી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોક્ત ગુહાનો ભેદ ઉકેલ છે..
અરૂણભાઇ ટીકમભાઇ સસ્તીયા ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે.બુરમા તા.સોઢવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ-
(૧) પો.સ.ઇ એ.ડી.ચીહાણ ક્વાટ પોસ્ટે
(૨) અ.હે.કો મહેશભાઇ કાળુભાઇ .ના
(૩) અ.પો.કો વિપુલભાઇ ચીથરભાઇ બ.નં.૦૧૭૧
(૪) આ.પી.કો. બિપીનસિંહ રૂખડના બ.નં.૨૨૬

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here