નર્મદા : રાજપીપલા પાસેના ભદામ ગામે કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

કોરોનાના લક્ષણો દેખતા મહિલા કોવીડ હોસ્પિટલમાં બે દિવસથી સારવાર હેઠળ હતી

કોવીડ 19 નો ટેસ્ટ કરાતા મહિલા કોરોના પોઝિટિવ નીકળી

મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી લોકલ ટ્રાન્સમિશનનો કેસ

લોકલ ટ્રન્ડમીસનનો કેસ હોય રાજપીપલા વાસીઓને તકેદારી રાખવાની ખાસ જરૂર

રાજપીપલા નગરથી માત્ર 3 કી. મી. ના અંતરે આવેલા ભદામ ગામની એક મહિલા કોરોના પોઝિટિવ નીકળતા નર્મદા જિલ્લામાં કોરોનાના કેસની સઁખ્યા વધીને 12 ઉપર પોહચી છે, આ કેસો પૈકી એક ને વડોદરા ખાતે સારવાર અપાય રહી છે.
ભદામ ગામની મહિલાને શરદી ખાંસી તાવ જેવા કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા તેણી બે દિવસથી રાજપીપલા ખાતે સારવાર હેઠળ હતી, આ મહિલાના સેમ્પલ ટેસ્ટ કરાતા તેણી કોરોના પોઝિટિવ નીકળતા તંત્ર ચોકી ઊઠ્યું હતું, કારણ કે આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, કામકાજ અર્થે રાજપીપલા ખાતે આવિ હતી જેથી આ કેસ લોકલ ટ્રાન્સમિશનનો માની શકાય.
રાજપીપલા નગરથી માત્ર 3 કી. મી. ના અંતરે જ લોકલ ટ્રાન્સમિશનનો કેસ મળી આવતા હવે રાજપીપલા વાસીઓએ બોધપાઠ લેવાનો સમય છે. આપણી ભૂલો આપણોને કોરોનાના માનવભક્ષી ભરડામાં ધકેલી શકેછે, જેથી વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ લોકડાઉનનો ચુસ્ત પણે અમલ કરો અને તકેદારીના તમામ પગલાં ઓનું પાલન કરો તોજ કોરોના સામેની લડાઈ જીતી શકાશે.
ભદામ ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ત્રણ ત્રણ વાર સૅનેટાઇઝની કામગીરી કરાઈ હતી, આખા ગામમાં દવાનો છટકાવ પણ કરાયો હતો, તે છતાં પણ ગામમાંથી કોરોના નો કેસ નોંધાયેલ છે, જે ખરેખર ચિંતા નો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here