કદવાલ પોલીસ સ્ટેશન દ્વારા ગણનાપાત્ર કેસ શોધી કાઢી કિ.રૂ.૮૪,૮૬૦/નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો

કદવાલ, (છોટાઉદેપુર)/સકીલ બલોચ :-

સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ,વડોદરા તથા ઇમ્તિયાઝ શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્રારા છોટાઉદેપુર જીલ્લામા પ્રોહીબીશન પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અમલદારઓને સુચના કરેલ હોય જે અવયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના સંકલનમા રહી કે.કે.સોલંકી પોલીસ સબ ઈન્સ્પેકટર કદવાલ નાઓ પોલીસ સ્ટાફ સાથે કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી વોચ નાકાબંધીમા હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે બે શંકાસ્પદ મોટર સાયકલ ઉપર ઇંગ્લીશ દારૂ લઇ નાનીખાંડી ગામ તરફ આવે છે અને કદવાલ થઇ બાકરોલ રોડ તરફ જનાર છે. જે બન્ને મો.સા ઉપર એક-એક વિમલના થેલામા કંઇક વજનદાર વસ્તુ ભરી પાછળના ભાગે બાંધી લઇ આવતા હોય તેવી ચોકકસ બાતમી હકીકત મળતા નજીકમાંથી બે પંચોના માણસો સાથે રાખી મોજે નાનીખાંડી ચોકડી પાસે થોડા થોડા અંતરે વોચમાં ગોઠવાઇ ગયેલા ત્યારબાદ વોચમાં હતા દરમ્યાન ઉપરોકત વર્ણનવાળી મોટર સાયકલો આવતા તેને કોર્ડન કરી ઉભી રાખવા બેટરીના અજવાળે ઇશારો કરતા તે પોતાની મોટર સાયકલ ઉભી રાખેલ નહી અને થોડે દુર આગળ જઇ મોટર સાયકલ ફેકી નાસી ગયેલ તથા એક મોટર સાયકલ ચાલક મોટર સાયકલ સાથે પકડાઇ ગયેલ જે બંને મો.સા. ઉપર ગેર કાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો
નીચે મુજબનો મુદામાલ ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરેલ છે. હાલ પકડાયેલ આરોપી – કાળુભાઇ છગનભાઇ રાઠવા ઉ.વ.૨૧ રહે.નાની સહેલી પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર
વોન્ટેડ આરોપી – અરવિંદભાઇ ઉર્ફે રાજુભાઇ ગેમલાભાઇ રાઠવા રહે મોટીસઢલી મસાણી ફળીયા તા.જી.છોટાઉદેપુર કબજો કરવામાં આવેલ મુદ્દામાલ: (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ-બિયરની નાની-મોટી કુલ બોટલ નંગ-૧૩૨ કુલ
કી.રૂ.૩૪૮૬૦/- નો પ્રોહિ મુદામાલ (૨) એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- (૩) બંને મોટર સાયકલોની કુલ કિ.રૂ.૫૫,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ. ૯૪,૮૬૦/- નો
સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી- પો.સ.ઇ. કે.કે.સોલંકી, અ.હે.કો નગીનભાઇ વેસ્તાભાઇ, અ.પો.કો.હરીશભાઈ ચંદ્રસીંગભાઈ, આ.પો.કો.અર્જુનભાઈ કલ્યાણભાઈ બ.નં.૮૪૫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here