કચ્છના નેર ગામે થયેલા અનુસુચિત જાતિના નિર્દોષ પરિવાર પર જીવલેણ હુમલાના ઘટનામાં વેરાવળ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવતા AIMIM એ સમર્થન આપી સખત શબ્દોમાં વિરોધ કર્યો

કચ્છ, આરીફ દીવાન (મોરબી) :-

પ્રાપ્ત વિગતો મુજબ તા.26 ઓક્ટોબર ના રોજ અનુસૂચિત જાતિના એક પરિવાર ઉપર 21 લોકોના ટોળાએ એકઠા થઈ હથિયારો સાથે સામુહીક હુમલો કરેલ જેના વિરોધ અને પગલાં લેવાના ભાગ રુપે ડેપ્યુટી કલેક્ટર વેરાવળને આવેદન પત્ર આપવામા આવેલ છે.
આવેદન પત્ર મા જણાવેલ વિગત અનુસાર કચ્છ જિલ્લાના નેર ગામે રામદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ દરમિયાન ભગાભાઈ હમીભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે દર્શન કરવા ગયેલ તે બાબત નુ મનદુઃખ રાખીને એક સંપ કરી અને ઘાતક હથિયારો સાથે જગાભાઈ,તેમના પત્ની તેમના પુત્રોને માર મારી ઈજાઓ પહોંચાડેલ તેમજ તેમના ખેતરમા વાવેતર કરેલા જુવાર તથા ગુવારના ઉભા પાકમા પશુઓ દ્વારા ભેલાણ કરી ને નુકશાન કરેલ, આ બનાવના આખા ગુજરાતમા ઘેરા પ્રત્યાઘાતો પડેલ હોય,આ બનાવને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાયદેસર ની કાર્યવાહી કરી,પિડીત પરિવાર ને સુરક્ષા આપવા માંગ કરવામા આવી છે.
આ આવેદન પત્ર આપવામા રમેશભાઈ રામભાઈ રાઠોડ,મનસુખભાઈ ગોહેલ,કુમારી સંગીતાબેન ચાંડપા,હરસુખભાઈ મકવાણા, માનસીંગભાઈ ચાવડા,પુષ્પા બહેન અખિયા વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપ સરકારના શાસન દરમિયાન અનુસૂચિત જાતિના લોકો ઉપર ઠેર ઠેર આવા પ્રકારના હુમલાના ના બનાવો આમ થઈ ગયા છે. માત્ર ગુજરાત મા જ નહી પણ દેશમા આવી પરિસ્થિતિ નુ નિર્માણ થઈ ગયેલ છે, ક્યારેક મૂંછો રાખવા બાબતે તો ક્યારેક મંદિરમા દર્શન બાબતે તો ક્યારેક લગ્ન પ્રસંગે વરરાજાના ઘોડા ઉપર બેસવા બાબતે પણ આવી માનવતા વિરોધની ઘટનાઓ બનવા પામેલ છે જે ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે.
ઉક્ત બનાવ ને AIMIM પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલે પણ કડક શબ્દોમા વખોડી કાઢેલ છે અને પિડીત પરિવાર ને સુરક્ષા તથા તેમના ખેતરમા ભેલાણ કરી કરેલ નુકશાન આપવા સરકાર પાસે માંગ કરેલ છે એક પ્રેસ યાદીમાં જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here