એકલવ્ય કોલેજ કલારાણી ખાતે જાણીતા મોટીવેશનલ સ્પીકર શ્રી જય વસાવડાનું ધો.૧૨ ના વિદ્યાર્થીઓ માટે વક્તવ્ય યોજાયું

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

જેતપુર પાવી તાલુકાના કલારાણી ખાતે આવેલ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ માં જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતા ધો.૧૨ ના વોદ્યાર્થીઓ એચ એસ સી બોર્ડની પરીક્ષા સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આપી શકે અને હતાશા તણાવથી દૂર રહે અને સફળતા પૂર્વક પરીક્ષા પાસ કરે તે માટે વિદ્યાર્થીઓના હિત માં એકલવ્ય કોલેજ દ્વારા જાણીતા લેખક અને મોટીવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા ના વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની લગભગ ૨૫ શાળાના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો આ પ્રસંગે બોડેલી સ્વામિનારાયણ મંદિર ના સંત અમલ મુની સ્વામી હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા આર્ભિવમનો આપેલ અને જય ચાવડાએ પોતાના વક્તવ્ય માં જણાવેલ કે વિદ્યાર્થીઓએ હિંમત હાર્યા વગર પરીક્ષા આપવી જોઈએ અને પોતાના મનગમતા ક્ષેત્રમાં ચેમ્પિયન બનવુ જોઈએ પરીક્ષાનું પરિણામ એકજ માત્ર અંતિમ નથી ઝીંદગીમાં અનેક ક્ષેત્ર એવા છે જે પરીક્ષાના પરિણામ કરતા અલગ રીતે આગળ વધારવાની સફળતા અપાવે છે આ પ્રસંગે ચરૂમોલિ ફાઉન્ડેશન ના પ્રમુખ ભરતસિંહ ગોહિલે પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતુ અને એકલવ્ય કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ઉપેન્દ્ર રાઠવાએ સંસ્થાનો પરિચય તથા વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી અંતમાં આભારવિધિ કોલેજના આચાર્ય વિક્રમ ભાઈએ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન પ્રો.પંડિયા બેન એ કર્યું હતું અને વિદ્યાર્થીઓને સમાજ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here