ઇકબાલભાઈ નામના આધેડ વ્યક્તિ છોટાઉદેપુર શહેરમાંથી ગુમ થયેલ છે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા ઈકબાલભાઈ હાજી અબ્દુલગની મફત, ઉ.વ ૫૫, તા.૮/૦૨/૨૦૨૪ના રોજ બજારમાં જવાનું કહીને પરત ન ફરતા તેમના સ્વજનોએ તપાસ કરતા તેમનો ભાળપતો મળેલ નથી, આ બાબતે તેમના પરિવારજનોએ ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ કરેલ છે. ગુમ થનાર ઇકબાલભાઈએ લીલા રંગના પટ્ટાવાળું સ્વેટર પહેરેલ છે. જેની નીચે લાલ રંગનું ટી-શર્ટ પહેરેલ છે, કાળા રંગનું પેન્ટ પહેરેલ છે. રંગે ઘઉંવર્ણી અને માધ્યમ બાંધો ધરાવે છે. આ અંગેની કોઈને ભાળ મળે તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ કે.ટી રાઠવા મો.૭૪૩૩૯૭૫૯૩૫નો સંપર્ક સાધવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here