આજરોજ મોડાસા નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

નગરપાલિકા શાસક પક્ષ તરફથી એક તરફી વલણ રાખી એકહથ્થુ શાસન ના ભાગ રૂપે મોડાસા નગરના અમુક જ વિસ્તારોના કામો ને પ્રાધાન્ય આપી અણઘડ વહીવટ કરવામાં આવતા તેમજ AIMIM પક્ષ તરફથી નગરના વિકાસ માટે કરવામાં આવતી રજૂઆતોની સતત ભ્રષ્ટાચાર આચરવા હેતુ અવગણના કરવામાં આવતા Aimim ના કોર્પોરેટરોએ ઈતિહાસમાં પ્રથમ વખત ગત એજન્ડાની બહાલી આપવામાં આવી નહોતી તેમજ પ્રજાના ટેક્ષ ના પૈસાનો સદુપયોગ થાય તે માટે જરૂરી એવા વિકાસના કામોમાં સત્તા પક્ષ રસ લે તે માટે આયનો બતાવવામાં આવ્યો હતો…

વધુમાં પક્ષના નેતા લાલાભાઈ વાયરમેન ના જણાવ્યા અનુસાર આવનારા દિવસો માં પ્રજાના ટેક્ષ ના પૈસાથી થતાં કામો માં ચાંપતી નજર રાખી પ્રજા વતી ચુંટાયેલા સભ્યો તરીકે સાચો હક અદા કરીશું અને જરૂર પડ્યે નગરજનોને સાથે રાખી આંદોલનો પણ કરીશું. વધુમાં વિપક્ષ નેતા એ એજન્ડા માં જણાવ્યા અનુસાર ત્રિમાસિક હિસાબોમાં ૩ કરોડ ૬૯ લાખ ૩૫ હજાર ૯૩૧ રૂપિયા આવક સામે ૯ કરોડ ૭૯ લાખ ૩૬ હજાર ૭૭૯ જાવક અંગે વાંધો જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ રીતે જ ચાલશે તો નગરપાલિકા આવનારા દિવસોમાં ક્યાં જશે?

વધુમાં જણાવ્યું હતું કે માત્ર AIMIM ના કોર્પોરેટરોને હિસાબો અને બીલો બતાવવામાં આવતા નથી અને બિનઉપયોગી સાધન સામગ્રી વસાવવામાં અને બિન જરૂરી કામો બતાવી ખર્ચ પાડવામાં આવે છે,જેથી અમારા સભ્યો એ ઠરાવ માં બહાલી આપી નથી અને કામો માં વિરોધ નોંધાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here