આજના ડિજિટલ યુગમાં પણ જુનવાણી ઢાચામાં રમાય છે માં ના ગરબા !

વાંકાનેર,(મોરબી), આરીફ દિવાન :-

વાંકાનેરના હશનપર ગામે અન્ન પૂણૅ ગરબી મંડળમાં ૪૩ દિકરીઓએ માં ની આરતી કરી જુનવાણી ઢાચાના ગરબાની રમઝટ બોલાવી…

વાંકાનેર ખાતે અહીં આવેલા હસન પર ગામમાં વર્ષો જૂની પરંપરા યથાવત રાખી હોય તેમ ડીજેના તાલેજુનવાણી ઢાચાના ગરબા ની રમઝટ બોલાવી ૪૩ દીકરી ઓ એ માં ની આરતી શ્રધ્ધા પૂર્વક કર્યા બાદ માં ના નવલા નોરતાની પ્રથમ નોરતે શરૂઆત જ્યારે આજના આધુનિક ડિજિટલ યુગમાં ઈતિહાસીક પરંપરાને યથાવત્ કરી હોય નવરાત્રી નો ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે કોરોના કાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી મોટાભાગે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોક ડાઉન અંતર્ગત મોટાભાગના તહેવારો અને ધંધા રોજગાર મંદી અને માયુસ મોટાભાગના લોકોને કર્યા છે જેથી કોરોના હળવો પડ્યાની સાથે જ નવરાત્રી માં મા ના ભક્તોએ ભક્તિભાવ સાથે શ્રદ્ધાપૂર્વક નવરાત્રી ઉત્સવ માં ઝૂમી ઉઠયા છે ત્યારે વાંકાનેર તાલુકાના નાના એવા હસનપર ગામ ખાતે નાની નાની બાળકીઓ યુવતીઓ મહિલાઓ મા ના ગરબા શ્રદ્ધાભેર લઈ જુનવાણી ઢાંચાની યાદ તાજી દર વર્ષે નવરાત્રીમાં કરાવી દિધી છે! વાંકાનેરના હસન પર ગામ ખાતે વર્ષોથી અન્નપૂર્ણા ગરબી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ નવરાત્રી ઉત્સવ ઊજવવામાં આવે છે જેમાં આયોજક દ્વારા આ વર્ષે 43 દીકરીઓએ ભાગ લીધો છે જેથી અન્નપૂર્ણા ગરબી મિત્ર મંડળ દ્વારા સફળ બનાવવા માટે આયોજકો દ્વારા સારી એવી જહેમત ઉઠાવાઇ રહી છે જેમાં ભગત નાથાભાઈ, ડાયાલાલ મસરૂ ભાઈ, જયપાલ મનુભાઈ, અશોક નાથાભાઈ, લખમણ સામત ભાઈ, હિતેશ જેસીગ ભાઈ ડોડીયા, મનસુખ સોમાભાઈ, શૈલેષ ધારા ભાઇ, મિતુલ જેસીગભાઈ નિતીન જગદીશ ભાઇ, સુરેશ ગોપાલ દાસ, ધમેન્દ્ર બાલુભાઈ ડોડીયા, ચેતન હિરા ભાઈ, દેવકર બાલુભાઈ, હરી હઠાભાઈ, દિપક મગન ભાઈ સહિતના વિગેરે આયોજકો દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે ભક્તિભાવે મા ના આશિષ મેળવવા માટે પ્રયાસો કરી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે જે સમગ્ર કાર્યક્રમની તસવીર નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here