અસત્ય પર સત્યની જીતનો તહેવાર એટલે કે હોળીની ઉજવણી કરાઈ

ડભોઇ, (વડોદરા)-સરફરાઝ પઠાણ :-

ડભોઈ નગરમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયો જેમાં સ્થાનિકો દ્વારા વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી.ડભોઇ નગર ના રાઈસ મિલ,મહુડી ભાગોળ,પટેલવાગા, વડોદરીભાગોળ,કુભારવાગા, તેમજ અન્ય વિસ્તારોમાં નિયત સમયે હોળી સળગાવી હોળી પર્વ ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
જ્યારે વડોદરા નવનાથ કાવડયાત્રાના આયોજક અને ડભોઇ હરિહર આશ્રમ ના મહંત પરમ પૂજ્ય વિજયજી મહારાજે જણાવ્યું હતું કે પૌરાણિક શાસ્ત્રો મુજબ હોળાષ્ટક સાથે એક માન્યતા એવી પણ જોડાયેલી છે કામદેવે ભગવાન શિવનો તપોભમ કરતા નારાજ થયેલા શિવજીએ આઠમે કામદેવને ભસ્મ કરી દેતા કામદેવની પત્ની એ શિવજીની આરાધના કરી પોતાના પતિ કામ દેવના પૂર્ણ જીવનનો આશીર્વાદ શ્રાપ મુક્તિ મેળવી હતી હોલી પૂર્વેના આઠ દિવસ રતીએ કામ દેના વીરહ માં વિતાવ્યા હોવાથી આ દિવસોમાં શુભ કાર્યો માંગલીક પ્રસંગો કરવામાં આવતા નથી.સાથે જણાવ્યું હતું કે પ્રહલાદને ભક્તિ નહીં કરવા તેના પિતા દાનવરાજ હિરણ્ય કશ્યપે ખૂબ સમજાવ્યો છતાં ન માનતા પ્રહલાદને ભક્તિ ચાલુ રાખતા તેને આઠ દિવસ દરમિયાન જાતજાતની યાતનાઓ આપી ક્રૂરતા કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ પ્રહલાદ ના મરતા કશ્યપની બહેન હોલિકાને અગ્નિ દેવ નુ વરદાન હતું કે અગ્નિ બાળી ન શકે તેથી કશ્યપે પ્રહલાદને હોલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો પરંતુ ભગવાન ની મહીમા થી હોલિકા અગ્નિ માં ભસ્મીભૂત થઈ અને પ્રહલાદ હેમખેમ રહેતા લોકોએ રંગ ગુલાલ અબીલ ઉડાડી ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો.ત્યારથી કાશી,મથુરા દ્વારકા હોય કે ગુજરાત સંપૂર્ણ ભારતવર્ષ માં હોળી નો ત્યોહાર ભારે હર્સો ઉલ્લાસ સાથે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.ઝ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here