ડભોઈ જન ઔષધી કેન્દ્ર દ્વારા ગરીબ લોકોના સેવા અર્થે એમ્બ્યુલન્સ ફરતી કરાઈ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ડભોઇ તરફથી 1 થી 7 માર્ચ સુધી એક સપ્તાહ સુધી ઉજવણી નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ બીપી હિમોગ્લોબિન નિરામય કાર્ડ આયુષ્માન ભારત કાડૅ કુટુંબ કલ્યાણ કાઉન્સેલિંગમાં 190 જેટલા લાભાર્થીઓને લાભ લીધો હતો.
ડભોઇ તાલુકાના સાથોદ ગામ પાસે આવેલફેયર લેન્ડ સ્કૂલ ખાતે ડભોઈ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર દ્વારા આજરોજ 7 માર્ચ ના જન ઔષધી દિવસની એક સપ્તાહ સુધી ઉજવણીના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ બીમારી ધરાવતા 190 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. જ્યારે આજરોજ ડભોઇ સાઠોડ રોડ પર આવેલ ફેયર લેન્ડ સ્કૂલ ખાતે છેવાડાના લોકો સુધી સસ્તી મફત ના ભાવે સેવા મળી રહે તે હેતુથી ઠક્કર પરિવાર તરફથી સસ્તી દવાઓની સાથે લાભાર્થીઓને વધુ સારી સેવા મળી રહે તે હેતુથી ડભોઈ જન ઔષધી દ્વારા ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સના ચિલ્ડ્રન ન્સ ફ્રેન્ડ ટ્રસ્ટ ચેરમેન શ્રી ગીરીશકુમાર ઠાકર તેમજ ઠાકર કુશાગ્રના હસ્તે જન ઔષધિ કેન્દ્રમાં સેવાઓ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ પુરાણી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી પટેલ અશ્વિનભાઈ વકીલ વડોદરા જિલ્લા ચીફ હેલ્થ ઓફિસર મીનાક્ષીબેન ચૌહાણ વડોદરા જિલ્લા હેલ્થ ઓફિસર ભારતીબેન ધોળકિયા તાલુકા હેલ્થ ઓફિસર ગુડીયારાણી હસ્તે ઉદઘાટન કરેલ લાભાર્થીઓને લાભ આપવા માટે જન ઔષધ કેન્દ્ર દ્વારા એમ્બ્યુલન્સ ફરતી કરાઈ હતી અને અંતરિયાળ ગામોના ગરીબ લોકોને કોઈ પણ સેવા થી વંચિત ન રહે એમ્બ્યુલન્સ નો લાભ મળી રહે તે માટે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેને જણાવ્યું હતું જ્યારે કે શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલે જન ઔષધ દિવસ નિમિત્તે છેવાડાના લોકો સુધી સેવા મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સ્વપ્ન નવતર પ્રયાસ ને અંતરિયાળ વિસ્તારમાં પણ સુવિધાઓ કાર્ય કરેલ છેવાડાના ગરીબ લોકો સુધી લાભ મળી રહે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here