અરવલ્લી જીલ્લામાં PC &PNDT એડવાઈઝરી કમીટીના ચેરમેનશ્રીના અધ્યક્ષસ્થાને મીટીગ યોજાઈ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જીલ્લામાં આજરોજ તા.૧૫/૦૯/૨૦૨૩ ને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સા.શ્રી અને PC &PNDT એડવાઈઝરી કમીટીના ચેરમેનશ્રીના અધ્યક્ષસ્થાને PC &PNDT એડવાઈઝરી કમીટીની મીટીગ કરવામાં આવી
જેમાં જ્યાં સેક્સ રેશીઓ ઓછો હોય ત્યાં વધુ માં વધુ આઇઇસી જેવી કે ભવાઇ, નાટક, વકતૃત્વ સ્પર્ધા, જેવા વિવિધ જન જાગૃતી લાવવા કાર્યક્રમ હાથ ધરવા અને અરવલ્લી જિલ્લાની સ્કૂલ / કોલેજ ખાતે પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત “બેટી બચાઓ બેટી પઢાઓ” ની નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા યોજવા જણાવ્યુ.

બે કે ત્રણ દિકરી કરતાં વધુ હોય તેવી સગર્ભાને સગર્ભાવસ્થાના ૩ અને ૪ મહિના દરમ્યાન એમ.ટી.પી. થયેલ જણાય તો તેની તમામ વિગતો માગી નિયમિત ટ્રેકિંગ કરવા જણાવ્યુ.
તેમજ પીસી એન્ડ પીએનડીટી રજીસ્ટ્રેશન ધરાવતી તમામ ક્લિનિક/હોસ્પિટલ/સંસ્થા ખાતે ઇન્સ્પેક્શન દરમ્યાન ફોર્મ – એફ માં ભુલો જણાય તો પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા જણાવ્યુ.

સબ ડિસ્ટ્રિક્ટ એપ્રો. ઓથોરીટી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તમામને પીસી એન્ડ પીએનડીટી રજીસ્ટ્રેશન ધરાવતી ક્લિનિક/સંસ્થા/હોસ્પિટલ ખાતે પોર્ટેબલ મશીન હોય ત્યાં વધુ ઇન્સ્પેક્શન કરવું તેવું મિટિંગમાં સબંધિત અઘિકારીઓ અને કર્મચારીઓને સૂચન કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here