મોડાસા નગરના સામાજિક કાર્યકરો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ મોડાસા નગરના સામાજિક કાર્યકર એવા સોએબ એમ જેથરા લાલાભાઈ વાયર મેનની ઉપસ્થિતિમાં અમદાવાદ મલ્ટી સ્પેશ્યિલલીસ્ટ HCG હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલ તરફથી ડોક્ટર્સ ટીમ અને મેડિકલ ટીમ હાજર રહેલ જેમાં મોડાસા નગરના અનેક લોકોએ તેમજ અરવલ્લી જિલ્લાના આજુ બાજુના ગામલોકોએ પણ હાજર રહી ટોટલ 248 વ્યક્તિઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પને સફળ બનાવવામાં સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી તે બદલ મેડિકલ કેંપનું આયોજન કરનાર ઓલ ટીમ દ્વારા સૌ નું આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું તથા નગરના સામાજિક કાર્યકર્તા નાજિમ સીધુ, શાહરુખ ભાઈ પટેલ, હનીફ ભાઈ પટેલ, અલ ફેજ સુથાર સહિતના તમામ લોકોએ ખુબ જ જેહમત બાદ આ કેમ્પને સરળ અને સફળ બનાવેલ હતો. કાર્યક્રમના અંતે આયોજક મંડળ દ્વારા મખદુંમ્ સ્કૂલ પ્રમુખ નઈમ ભાઈ મેગ્રજી તથા તેમના સ્ટાફ મિત્ર પરિવારનો પણ આભાર વ્યક્ત કરી આવનાર સમયમાં પણ આવા સેવાકીય કાર્યમાં સહયોગ આપ આપતા રેહશો તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here