અરવલ્લી જિલ્લાની એકમાત્ર જાણીતી તત્વ ડિપ્લોમા કોલેજ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આજે તારીખ ૧૯/૦૯/૨૦૨૨ ને સોમવારના રોજ મોડાસાની તત્વ ડિપ્લોમા ઈજનેરી કોલેજ ખાતે પ્રથમ વર્ષ ડિપ્લોમા ઈજનેરી તથા સી ટુ ડી ઈજનેરી અભ્યાસક્રમ ની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ નો કોલેજ ખાતે પ્રથમ દિવસ નિમિત્તે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓનું તથા તેમની સાથે ઉપસ્થિત વાલીગણનું કુમકુમ તિલક તથા મુખ મીઠુ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. જે. આર. પુવાર સાહેબ હાજર રહી વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં મદદરૂપ થવા તથા પ્રેરણા આપી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. તે સાથે સંસ્થાના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય પ્રો. અમિત પટેલ તથા અલગ અલગ વિદ્યા શાખા ના હેડ ઉપસ્થિત રહી તેમની શાખાની માહિતી આપી હતી તથા સંસ્થા ખાતે કાર્યરત એસ. એસ. આઈ. પી. (સ્ટાર્ટઅપ સેન્ટર) સેન્ટર વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રોને ડોડી ઔષધિના બીજનુ એન. એસ.એસ. દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તથા વાલીમિત્રોને સંસ્થાની મુલાકાત કરાવવામાં આવી હતી અને સાથે હળવા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રો. જીમિત શાહ તથા પ્રો. પ્રતિક ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here