અમરેલી : જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં આવેલ મચ્છીની દુકાનમાંથી મચ્છી સહિતના મુદ્દામાલની ચોરી કરનાર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

મચ્છીની દુકાનમાંથી મચ્છી સહિતના મુદ્દામાલની ચોરી કરનાર ઇસમને ચોરીનો મુદ્દામાલ વેચીને મેળવેલ રોકડ રકમ, વાહન સહિત કુલ કિં.રૂ.૩૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં મિલકત સબંધી વણશોધાયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ મિલકત સબંધી વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી, આરોપીઓને પકડી પાડવા તથા ચોરીનો મુદ્દામાલ રીકવર કરી, તેના મુળ માલિકને મિલકત પાછી મળી રહે, તેમાટેના સઘન પ્રયત્નો હાથ ધરવા સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે આજ રોજ તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી. પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ જાફરાબાદ મરીન પો.સ્ટે. ના સામાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં, તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, મિલકત સબંધી ગુનાઓ આચરતો ઇસમ શંકાસ્પદ હાલતમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ બાપાસીતારામના ઓટલા પાસે મોટર સાયકલ સાથે હાજર છે તેવી ચોક્કસ બાતમી મળતાં, મળેલ બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ઇસમને પકડી પાડી, તેની અંગ-જડતી કરતાં, રોકડ રકમ મળી આવેલ હોય, જે રોકડ રકમ બાબતે પકડાયેલ ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં, પોતે એકાદ માસ પહેલા જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં આવેલ મચ્છીની દુકાનમાંથી મચ્છીની ચોરી કરેલ, તે મચ્છી વેચતાં જે રૂપીયા મળેલ હોય, તે આ રૂપીયા હોવાનું જણાવતાં, આ ચોરી અંગે ખાત્રી કરતાં જાફરાબાદ મરીન પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૨૨૨૦૧૭૬૨૦૨૨ IPC કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો રજી. થયેલ હોય, પકડાયેલ ઇસમ સામે ધોરણસર કાર્યવાહી કરી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ

રમેશભાઇ છનાભાઇ પરમાર, ઉં.વ.૨૫, રહે.માણસા (પાટી), તા.જાફરાબાદ, જિ.અમરેલી,

પકડાયેલ મુદ્દામાલઃ

રોકડા રૂ.૨૫,૦૦૦/- તથા બજાજ સીટી ૧૦૦ મો.સા. રજી.નંબર GJ-08-L-7710, કિ.રૂ.૮,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૩,000/ નો મુદ્દામાલ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here