અમદાવાદ રામોલ ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો વાર્ષિક ઈનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના સમારોહ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, મહમંદ રફીક જે દિવાન (આણંદ) :-

તારીખ ૨૪/૯/૨૦૨૩ ને રવિવાર ના રોજ મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજની પુરી ટીમ દ્વારા ના તેજસ્વી તારલાઓ નું ગૌરવ સ્વરૂપે પ્રોત્સાહિત કરવા નું આયોજન કરવામાં આવ્યુ.મદય ગુજરાત મુસ્લિમ સમાજ ની ટીમ અને સમાજ ના અગ્રણીઓ દ્વારા અમદાવાદ રામોલ ખાતેહોલ ખાતે વિધાર્થીઓ નું સન્માન સમારોહ અને સર્વધર્મ સમભાવના કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.જેમા ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજ ની ટીમ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના આગેવાનો મહાનુભાવો વડીલો તેમજ વિધાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વિધાર્થી ઓ ને સન્માન પત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફરીદભાઈ મુખી અને પ્રમુખ કરીમ ભાઈ મલેક સાહેબે અને પુરી ટીમે આયોજકો દ્વારા સુંદર અને સફળતા પૂર્વક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે સમાજ ના શુભચિંતકો અને સમાજ ના હિતેચ્છુઓ એ તન મન ધન થી સાથ સહકાર સહયોગ આપ્યું હતું. અને પ્રવચન માં સ્વામીજી મહારાજ અને સમાજ ના અગ્રણીઓ એ વિધાર્થીઓ ને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ નું અને દેશ નુ નામ રોશન કરી સમાજ ને દિન અને દુનિયામાં સફળતા પ્રાપ્ત કરે તેવી દુવા પ્રાર્થના સાથે પ્રોત્સાહન કરી શુભ સંદેશ આપવા આવ્યું હતું સાથે કોમી એકતા સદભાવના નો શુભ સંદેશ આપી સ્વામીજીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here