કાલોલ : મૂળભૂત માનવ અધિકારો તેમજ સુવિધાઓથી વંચિત ભાગ્યોદય સોસાયટી તથા ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે નગરપાલિકા અને સ્વાગતમાં લેખિત અરજી સાથે ધારદાર રજૂઆત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4 માં આવેલ ભાગ્યોદય સોસાયટી તથા ચામુંડા સોસાયટી ના રહીશો વર્ષોથી નગરપાલિકાનો વેરો નિયમિત ભરતા હોવા છતાં તેમનો વિસ્તાર દલિત અને પછાત વસ્તી ધરાવતો હોવાથી અનેક સુવિધાઓથી વંચિત છે. જેને લઈને અત્યંત ત્રસ્ત થઈને ત્યાંના 100 જેટલા રહીશો એ આજરોજ કાલોલ નગરપાલિકા તેમજ કાલોલ મામલતદાર ઓફિસ સ્વાગત માં લેખિત અરજી સાથે રજૂઆત કરી હતી જેમાં નીચેના પ્રશ્નોના તાત્કાલિક નિકાલ માટે વિનંતી કરી હતી:
1. પીવાના પાણી અનિયમિત તેમજ ખુબ ગંદુ આવતું હોવા બાબતે.

2. વરસાદી પાણી ના યોગ્ય નિકાલ બાબતે

3. સ્ટ્રીટ લાઈટો હંમેશા બંધ હાલત માં રહેવા બાબતે.

4. કચરો ઉઠાવવા માટે ટ્રેકટર ની ફેરી ના લાગતી હોવાથી ગંદકી થવા બાબતે.

5. ભાગ્યોદય સોસાયટી થી સરકારી દવાખાના તરફ નો જાહેર રસ્તો ખુલ્લો મૂકવા બાબતે.

6. જુનો રોડ ખુબ જ નીચી ગુણવતા નો હોવાથી નવો રોડ બનાવવા બાબતે.

7. રખડતા ઢોર નો ત્રાસ હોવાથી અન્ય જગ્યા એ ખસેડવા બાબતે..

ઉપરોક્ત વિગેરે પ્રશ્નોના નિકાલ માટે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે નગરપાલિકા અને સ્વાગતમાં તમામ રહીશોએ ભેગા થઈને લેખિત અરજી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here