સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
મૂળ સિધ્ધપુર તાલુકાના ઉમરૂ ગામની વતની સોળ વર્ષિય કુ.તસ્નીમ મીરની ગુજરાત માંથી સૌપ્રથમ મહિલા બેડમિન્ટન ખેલાડી તરીકે ભારતીય ટીમમાં પસંદગી થઈ છે.તસ્નીમ મીર બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ સાથે ભારતીય ટીમ તરફથી ડેનમાર્કમાં યોજાનારા થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે.સિદ્ધપુર તાલુકાના ઉમરું જેવા નાના ગામની દિકરી તસ્નીમ મીર અત્યારે ગુહાટી ખાતે બેડમિન્ટનની તાલીમ મેળવી રહી છે.તેના પિતા પોલીસખાતામાં ફરજ બજાવે છે.તસ્નીમ મીર આ અગાઉ બેડમિન્ટન રમતક્ષેત્રે અલગઅલગ લેવલે અનેક ગોલ્ડ મેડમ મેળવી ચુકી છે.