નર્મદા જિલ્લાના નાના કાકડીઆંબા ડેમની સપાટી 186.75 મીટરે નોંધાઇ ભયજનક સપાટી 187.71 

નાના કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૫ ગામોને ખરીફ-રવિ-ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે

નર્મદા જિલ્લાના તમામ ડેમો ભરાયા કાકડીઆબા ડેમ ખાતે આજની સ્થિતીએ 7.60 કયુબીક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી આજે તા. 21 મી ઓગષ્ટ,2020 ના રોજ સવારે 6 કલાકે 186.75 મીટર નોંધાવા પામી હોવાની જાણકારી વેર-૨ (બે) યોજના વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પ્રતાપભાઇ વસાવા તરફથી પ્રાપ્ત થઇ છે. કાર્યપાલક ઇજનેરશ્રી પ્રતાપભાઇ વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ આજની સ્થિતિએ કાકડીઆંબા ડેમમાં 7.60 મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે, જેને લીધે હાલ 81 ટકા કુલ પાણીનો સ્ટોરેજ થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, કાકડીઆંબા ડેમનો એફ.આર.એલ 187.71 છે, જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ 15 જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.     

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમ કે જે રાજયની જીવાદોરી સમાન ગણાય છે તેની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે હાલ 122.27 મીટરે નર્મદા ડેમની જળસપાટી પહોંચી છે. કરજણ ડેમની સપાટી ત્રણ આજ રોજ સવારે 109.45 મીટરે નોધાઇ હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here