સિદ્ધપુર ખાતે શ્રી સધી માતાજીનો નવચંડી યજ્ઞ તથા જાતર યોજાઇ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના ઐતિહાસીક ધર્મચકાલા વિસ્તારમાં આવેલ બ્રહ્મપોળના મોહલ્લામાં ભુવાજી રણજીતભાઇ દવેના ઘરે ટૂંડી રાણની શ્રીસધી માતાજીનો નવચંડી યજ્ઞ તથા માતાજીની રમેણ ચૈત્ર સુદ – ૬ ના રોજ ખૂબજ ધાર્મિક હર્ષોલ્લાસ થી ઉજવાયો હતો આ પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞમાં ભુવાજી રણજીતભાઈ દવે પરિવારે લાભ લીધો હતો માતાજીના સ્થાનકે તથા નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મોડી રાત્રે માતાજી ની રમેલ યોજાઇ હતી જેમાં સિધ્ધપુર પાટણ બનાસકાંઠા થી માતાજીના ભુવાજી ઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા વહેલી પરોઢે તેલ કુલ ની વિધિ યોજાઈ હતી માતાજીના આ ધાર્મિક કાર્યક્રમમાં ભૂવાજી રણજીતભાઈ દવે,કિર્તીભાઈ દવે, ઓમભાઇ દવે,ડાયાભાઈ રામી, લાલાભાઈ રામી સહિત ભક્ત મંડળી જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here