નર્મદા જિલ્લાના રિઝર્વ ફોરેસ્ટ એરિયામા પ્રવેશી 800 વાંસના રોપા કાપી નંખાયા

દેડિયાપાડા તાલુકાના ચુલી (ઉદાલી) ગામે મોટી અલમાવાડીના એક જ પરિવારના રોપા કાપનારા ચાર ઇસમો સામે વન વિભાગે સરકારી મિલ્કતને નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચુલી(ઉદાણી) ગામના રિઝર્વ ફોરેસ્ટ એરિયાના કમપારટમેનટ વન વિભાગે વાવેલા વાંસના 800 રોપા કાપનારા એક જ પરિવારના ચાર લોકો સામે વન વિભાગ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા વન વિભાગે ચુલી (ઉદાણી) ગામ ખાતેના રિઝર્વ ફોરેસ્ટ એરિયામાં કમપારટમેનટમાં વાંસના રોપા વાવ્યા હતા આ વાંસના રોપાઓ દેડિયાપાડા તાલુકાના મોટી અલમાવાડી ગામના 1) શૈલેષ છોટુભાઈ વસાવા 2) વિમલાબેન છોટુભાઈ વસાવા 3) પ્રિયંકાબેન છોટુભાઈ વસાવા અને 4) પ્રેમીલાબેન વસાવા નાઓએ ભેગા મળીને 800 જેટલા વાંસના રોપા કાપી નંખાયા હતા.

આ બાબતની જાણ વન વિભાગને થતા વિભાગના કર્મચારી ઉમંગભાઇ વસાવાએ દેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દેડિયાપાડા પોલીસે ચારેય ઇસમો સામે સરકારી મિલ્કતને નુકશાન કર્યાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here