નર્મદા જિલ્લાના કોયારી ગામની 10 વર્ષીય બાળા પિતાના ગફલત ભર્યા ડ્રાઇવિંગથી મોતને ભેટી

નર્મદા જિલ્લાના વડીયા ગામે મરણ પ્રસંગમાં આવેલા કોયારી ગામના પરિવારની કાર ગભાણા કેબલ બ્રિજ પર પલટી ખાતાં ગોઝારો અકસ્માત

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના ગરુડૈશવર તાલુકાના કોયારી ગામના તડવી પરિવાર મરણ પ્રસંગમાં હાજરી આપી પોતાના ગામ ખાતે પરત ફરતા ગભાણા બ્રિજ ઉપર કાર પલટી ખાતાં 10 વર્ષીય બાળાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ગરુડૈશવર તાલુકાના કોયારી ગામ ખાતે રહેતા મયુરભાઈ હિમ્મતભાઈ તડવીનાઓ પોતાની પત્ની અને બે બાળકો સાથે વડીયા ગામ ખાતે મરણ પ્રસંગ મા આવેલ હતા, જે સામાજિક વિધિ પતાવી તા 19 મી ના રોજ રાત્રિના પોતાના ધરે પરિવારજનો સાથે પોતાની ઇન્ડિકા કાર નંબર GJ 19 M 9991 જાતેજ ચલાવી પરત ફરી રહ્યા હતા. ત્યારે ગરુડૈશવર તાલુકાના ગભાણા ખાતેના કેબલ બ્રિજ ઉપર કાર પુરપાટ ઝડપે ચલાવતા પલટી ખાઇ જતા 10 વર્ષીય બાળા અચલબેન મયુરભાઈ તડવીના માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેણીનું મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં પત્નિ મનિષાબેન સહિત પુત્ર તેમજ કાર ચાલક મયુરભાઈ તડવી પોતે પણ ઇજાગ્રસ્ત થયા હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here