સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સાંજે 5-00 કલાકે ૧૩૮.૨૬ મીટરે નોંધાઇ

નર્મદા ડેમ ખાતે 1.33 લાખ કયુસેક પાણીની આવક

રાજપીપળા(નર્મદા), તા. 18/09/2020
આશિક પઠાણ

રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તા 18 મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને શુક્રવારના રોજ ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભારે આવક થતાં સાંજે ૫:૦૦ કલાકે ૧૩૮.૨૬ મીટરે નોંધાઇ છે.

નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઇ રહી છે.પાણીનો ઇનફલો 1.33 લાખ કયુસેક જેટલો નોંધાયો છે.

હાલમાં રિવરબેડ પાવર હાઉસના ૬ ટર્બાઇન ૨૦૦ મેગાવોટની કેપેસીટીએ ૧૨૦૦ મેગાવોટ જેટલી વિજળી ઉત્પન્ન કરી રહયા છે, જેના લીધે ૪૨ હજાર કયુસેક જેટલો પાણીનો પ્રવાહ ભરૂચ નર્મદા નદી તરફ વહી રહયો છે. આજ પ્રમાણે કેનાલ એડ પાવર હાઉસમાં ૫૦ મેગાવોટના ૩ ટર્બાઇન ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી રહયા છે, જેના કારણે ૧૩ હજાર કયુસેક જેટલો પાણીનો પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહયો છે. તદઉપરાંત ડેમના ૧૦ દરવાજા ૦.૭ મીટર એટલે કે ૭૦ સે.મી. ખૂલ્લા છે, જેના કારણે ૫૨ (બાવન) હજાર કયુસેક જેટલા પાણીનો પ્રવાહ ડેમના દરવાજામાંથી ભરૂચ તરફ નદી મા વહી રહયો હોવાની જાણકારી નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here