સિધ્ધપુરના રણછોડરાયજીના મંદિર માં ૧૩૧ વર્ષથી શ્રાવણ માસ દરમિયાન યોજાતું અખંડ નામ-સ્મરણ સપ્તાહ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુરના ઐતિહાસિક મંડીબજારના ચોકમાં બિંદુ માધવ ઉર્ફે શ્રીરણછોડરાયજી નું પ્રાચીન મંદિર આવેલું છે.આજથી ૧૩૧ વર્ષ પહેલા પરમ પૂજ્ય સંત શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ સિધ્ધપુર ચાતુર્માસ કરવા માટે રોકાયા હતા.તે દરમિયાન પ્રભુ પ્રેરણાથી તેમણે મહારાષ્ટ્ર મંડળના સભ્યોને પ્રેરણા આપી શ્રીરણછોડરાયજીના મંદિરમાં શ્રાવણ વદ એકમથી જન્માષ્ટમી સુધી આઠ દિવસ સુધી રાત દિવસ 24 કલાક ભજન ની શરૂઆત કરાવી હતી ત્યારથી આજ દિન સુધી દરેક શ્રાવણ માસની વદ એકમ થી અખંડ નામ-સ્મરણ ભજન જન્માષ્ટમી સુધી કરવામાં આવે છે અને આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે આ આઠ દિવસ દરમિયાન પ્રભુને જુદા જુદા શણગાર જેવાકે મોહિની સ્વરૂપ ,ઋષિ-મુનિ સ્વરૂપ, રામાવતાર, કૃષ્ણ અવતાર સ્વરૂપ એવા રોજ શણગાર કરવામાં આવે છે અને ખડેપગે 24કલાક વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા અને કૃષ્ણ ભજનો ગવાય છે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તે વખતના મંદિરના પૂજારી દિનકર ભટ્ટ અને કૃષ્ણભટ્ટ વૈજાપુરકર ને એક ઝોળી આપી હતી તે ઝોળી લઈને ભક્તો આજે પણ ગામમાં ભિક્ષા લેવા નીકળે છે અને આવેલ ભિક્ષા માંથી આવેલ ભજન મંડળી ના સભ્યો માટે પ્રસાદ તથા ચા-પાણીની વ્યવસ્થા કરાય છે દર ત્રણ કલાકની પાળી માં ભક્તો ઢોલ નગારા અને સંગીતમય સુરાવલી સાથે ભજન ગવાતા હોય છે ત્યારે તેને સાંભળવા એ પણ એક લ્હાવો છે હાલના મંદિરના પૂજારી મહેન્દ્રભાઈ કોરાજે તથા મંદિરના ટ્રસ્ટીઓ ઉત્સવ અંગે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે આ ભજનો નો લાભ લેવા માટે મહારાષ્ટ્ર,અમદાવાદ, વડોદરા, મહેસાણા, પાટણ જેવા ગામો માંથી ભજનિકો લાભ લે છે.
આ અંગે મંદીર ના પૂજારી મહેન્દ્રભાઈ કોરાન્ને એ જણાવેલ કે ચાલુ સાલે કોરોનાં વાયરસ ની મહામારી તેમજ સંભવિત ત્રીજી લહેર ને ધ્યાને રાખી ભગવાન ના અખંડ ભજન નો કાર્યક્રમ સવારે ૦૫:૦૦ વાગ્યા થી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે તેમજ બહારથી આવતા શ્રીજીના ભકતો ને વારાફરથી બોલાવવામાં આવશે જેથી મંદિરમાં ભીડ થાય નહિ અને સોશિયલ ડીસ્તંસિંગનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here