સિદ્ધપુર તાલુકાના 730 માંથી ફક્ત 66 શિક્ષકો સજ્જતા સર્વેક્ષણમાં હાજર રહ્યા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર તાલુકા પ્રાથમિક શિક્ષકોની સાત કેન્દ્રોમાં લેવાયેલ સજ્જતા સર્વેક્ષણમાં કુલ 730 માંથી ફક્ત 66 જેટલા જ એટલે કે 9.04 ટકા શિક્ષકો જ ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધપુર ટીપીઈઓ ભીખા ભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર તાલુકામાં યોજાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં બિલિયા પે.કેન્દ્ર ની લાલપુર શાળામાં 03, દેથળી પે.કેન્દ્રની ખોલવાડા શાળામાં 12,ગાંગલાસન પે.કેન્દ્ર શાળામાં 27,કુંવારા પે.કેન્દ્ર શાળામાં 10, કાકોશી અને મેથાણ પે.કેન્દ્રોની મેત્રાણા શાળામાં 03 જ્યારે સમોડા પે.કેન્દ્ર ની ગણવાડા શાળામાં 11 જેટલા શિક્ષકો સજ્જતા સર્વેક્ષણમાં હાજર રહ્યા હોવાનું સર્વેક્ષણ નોડલ અધિકારી અનિતાબેન પટેલે(બીઆરસી)જણાવ્યું હતું.સિદ્ધપુર તાલુકાની પ્રાથમીક શિક્ષકોની લેવાયેલી આ સજ્જતા સર્વેક્ષણમાં ધો.1 થી 5 ના 414 શિક્ષકો માંથી 47,ધો.6 થી 8 ના 169 શિક્ષકો માંથી 12 જ્યારે ધો.6 થી 8(ગણિત/વિજ્ઞાન)ના 103 શિક્ષકોમાંથી ફક્ત 02 તેમજ 44 જેટલા મુખ્ય શિક્ષકો પૈકી 05 સજ્જતા સર્વેક્ષણમાં ઉપસ્થિત રહ્યા હોવાનું તેઓએ ઉમેર્યું હતું. સિદ્ધપુર તાલુકાની 75 શાળાઓના આશરે 97 ટકા પ્રાથમિક શિક્ષકોએ પ્રતિજ્ઞાપત્ર ભરી સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો હતો.સિદ્ધપુર તાલુકામાં આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજવા પાછળ ફાળવાયેલ 27 હજાર રૂપિયા જેટલાં નાણાંકીય બજેટનો વ્યય થયો હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here