સિદ્ધપુર ખાતે જિલ્લા ભાજપ કારોબારીની બેઠક યોજાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે પાટણ જિલ્લા ભાજપ કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું.આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં અધ્યક્ષ સી.આર.પાટીલના મિશન ૧૮૨ ને કઈ રીતે પરિપૂર્ણ કરવો તે અંગેની સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ,પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, જિલ્લા પ્રભારી ગોવિંદ ભાઈ પટેલ,જિ.ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વમંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ પ્રદેશમહામંત્રી કે.સી. પટેલ,પૂર્વસાંસદ દિલીપ ભાઈ પંડ્યા,પૂર્વ જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત, રણછોડભાઈ રબારી,પૂર્વ ધારાસભ્યો લવિંગજી ઠાકોર,નાગરજી ઠાકોર, મોહનભાઈ પટેલ,સિદ્ધપુર ન.પા.પ્રમુખ શ્રીમતી કૃપા બેન આચાર્ય સહિત જિલ્લા-તાલુકાના હોદેદારો તમામ મંડળના પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here