સિદ્ધપુર એપીએમસી માર્કેટ યાર્ડ હૉલ ખાતે ધારાસભ્ય ચંદનજી ઠાકોરની અઘ્યક્ષ સ્થાને સન્માન સમારોહ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર એપીએમસી માર્કેટયાર્ડના હૉલ ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ની ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત સરસ્વતી તેમજ સિદ્ધપુર તાલુકામા વિજયી થયેલ નવિન સરપંચઓ તેમજ સભ્યઓનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં સરપંચઓ તેમજ સભ્યઓને મોમેન્ટો,ફૂલહાર તેમજ સાલ ઓઢાડી ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે જીલ્લા પંચાયત સદસ્યો,તાલુકા પંચાયત સદસ્યો તેમજ નગરપાલીકાના સદસ્યોનું પણ સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું સિદ્ધપુરના ધારાસભ્યએ દરેક સરપંચોને જણાવેલ કે જ્યાં આપડી જરૂર પડે ત્યાં વિના વિવાદે કામ કરવાની પણ ખાતરી આપી હતી આ કાર્યક્રમમા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ,જીલ્લા પંચાયત સદસ્યો,સિદ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખ/ઉપ પ્રમુખ સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિના સદસ્યો, સરસ્વતી તાલુકા તેમજ સિદ્ધપુર તાલુકાના સદસ્યો,પાટણ જીલ્લાના સદસ્યો સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here