શિવનગરી સિદ્ધપુરમા ભાગવાન ભોળાનાથ નગરજનો તેમજ ભક્તોને શિવરાત્રિની સોભાયાત્રા (વરઘોડાનુ) આમંત્રણ આપવા નીકળ્યા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઐતિહાસિક ધાર્મિક તેમજ શિવ નગરી સિદ્ધપુર ખાતે ભાગવાન સદાશિવ ભોળાનાથનો પ્રિય ઉત્સવ એવા મહાશિવરાત્રિની પુર્વે સંધ્યાએ શિવજી પાલખીમાં બેસીને ગામના તમામ દેવી દેવતાઓ તેમજ નગર વાસીઓ અને ભક્તોને શિવરાત્રિના દિવસે નીકળનાર શોભાયાત્રા(વરઘોડા)નું નિમંત્રણ આપવા નીકળ્યા હતા. ભકતોએ હર હર મહાદેવના નાદથી શિવજીને વધાવ્યા હતા.
પૌરાણિક હિન્દુ ધર્મ ગ્રંથોમાં શિવનગરી તરિકે ઓળખાતું શહેર શ્રીસ્થળ(સિદ્ધપુર) માં પવિત્ર સરસ્વતિ નદીના કિનારે પાંચ સ્વયંભુ મહાદેવ બિરાજમાન છે.મહાદેવનો પ્રિય તહેવાર એટલે મહાશિવરાત્રી સિદ્ધપુર ખાતે સમસ્ત સનાતની હિન્દુ સંસ્કૃતિના આરાધ્યદેવ એવા મહાદેવના મહાપર્વને ઉજવવા માટે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરના વિવિધ શિવાલયોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના રાજમાર્ગો તેમજ ગલી મોહલ્લાઓ અને પવિત્ર સરસ્વતિ નદીના પટમાં સાફસફાઈ કરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે તેમજ શહેરમાં ઠેરઠેર લાઈટના હેલોજનો અને સિરીજો લગાવી રોશનીથી પ્રકાશિત કરવામાં આવી છે શિવ ભક્તો દ્વારા શહેરના દરેક મોહલા શેરીઓ તેમજ શિવજીની શોભાયાત્રાના રૂટ ઉપર રંગબેરંગી ધજા પતાકાઓ લગાવાઈ છે શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ઐતિહાસીક બાવાજીની વાડી ખાતે બિરાજમાન શ્રીસિદ્ધેશ્વર મહાદેવ એને શ્રીનીલકંઠ મહાદેવ બાપાની પાલખી યાત્રા નીકળવામાં આવી હતી જેમાં ભક્તોના ખભે સવાર થઈ ,શ્રીનિલકંઠેશ્વર અને શ્રીસિધ્ધનાથ મહાદેવ બાપા મહાશિવરાત્રિની નગરયાત્રામાં પધારવા નિમંત્રણ આપવા નીકળ્યા હતા.શિવરાત્રીના તહેવારને લઈ સમગ્ર વાતાવરણ શિવમય થઈ ગયું હતું અને ઠેર ઠેર હર હર મહાદેવના નાદ ગુંજયા હતાં. સાંજે શિવજી શહેરના દેવી દેવતાઓને તેમજ ભક્તોને આવતી કાલે માતૃતર્પણ તીર્થ બિંદસરોવરથી નીકળનાર શિવજીની શોભાયાત્રા(વરઘોડા) માં પધારવા આમંત્રણ આપવા નીકળ્યા હતા જેમાં મહાદેવ સ્વયમ નાગરિકો તેમજ ભકતોને દર્શન આપવા નીકળ્યા હતા જેમાં ઢોલ મંડળી ,ભજન મંડળીઓ બેન્ડબાઝા સાથે નાચગાન સાથે શિવજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here