નસવાડીમાં કોરોના મહામારી બાદ શિવરાત્રીનો મેળો ધમધમ્યો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કોરોનાકાળને ધ્યાને રાખી સરકારની ગાઈડ લાઈન ના અમલ ને લઈ મેળો બંધ રાખવામાં આવ્યો હતો

નસવાડી માં દર વર્ષે શિવરાત્રીનો મેળો ભરવામાં આવતો હતો પરંતુ કોરોના ના કારણે છેલ્લા કેટલાક વર્ષો થી મેળો બંધ રાખવામાં આવ્યો હતો પણ ચાલુ વર્ષે મેળાનું આયોજન કરેલ છે અને લોકોએ બે વર્ષ થી મેળાનો આનંદ માણ્યો ન હતો અને ચાલુ વર્ષે મેળો ભરાયો છે અને લોકો ની અવર જવર ચાલુ થઈ ગઈ હતી અને દુકાનોની હારમાળાઓ પણ લાગી ગઈ હતી અને મેળામાં જાતજાત ના રમકડાઓ ની દુકાનો કટલરી ની દુકાનો ધાતુ સ્ટીલ ના વાસણો માટીના વાસણો વગેરે અનેક પ્રકારની દુકાનોની હારમાળાઓ એક સુંદર રીતે સજાવવામાં આવી છે અને જે રોજ કમાનારા વ્યક્તિઓ જે ફેરી કરતા લોકોને ધંધો કરવા માટે નસવાડી શિવરાત્રી ના મેળામાં ઉમટ્યા છે જેમાં કોરોના ને લીધે મેળામાં ધંધો કરી શકતા ન હતા તેમના પણ જીવનમાં એક આનંદ નો માહોલ જોવા મળ્યો હતો અને નસવાડી શિવરાત્રીના મેળામાં લોકો ગામે ગામ થી ઉમટ્યા છે અને ગામના વડીલો થી માંડી નાના ભૂલકાઓ સુધી મેળાની મજા માણવા માટે નસવાડી ખાતે આવ્યા છે અને મસ્ત નદી માં મેળાનું આયોજન કરવામાં આવે છે અને પબ્લિક પણ દર વર્ષ કરતા આ વર્ષે વધુ જોવા મળી છે અને આ મેળામાં આરોગ્ય ખાતા દ્વારા પોલિયો માં જે બાકી રહી ગયેલ બાળક હોય તેને પોલિયો ના ટીપાં પીવડાવવા માટે કર્મચારીઓને મેળામાં ફરજ સોંપવામાં આવી છે અને પોલીસ વિભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યુ છે જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મેળો જોવા આવેલ તમામ લોકો શાંતિ પૂર્વક મેળાની મજા માણે અને નદીમાં મેળો ભરાય છે ત્યાં દરગાહ આવેલી છે અને શિવની ડેરી પણ આવેલી છે જ્યાં મેળા ના બહાને લોકો દર્શન પણ કરી આવે અને ત્યાં શક્કરિયા અને બટાકાનો પ્રસાદ પણ આપવામાં આવેછે અને જ્યાં મેળો ભરાય છે ત્યાં નસવાડી ના હિન્દૂ મુસ્લિમ સમાજની આસ્થા જોડાયેલી છે અને બંને સમાજના લોકો મેળાનો આનંદ લેવા માટે ભેગા થયા છે અને એક આદર્શ ગામ તરીકે ની છાપ નસવાડી ગામની છે અને એ હજુ અડગ છે અને એ કાયમ રહેશે અને મેળામાંથી લોકો શેરડી ની ખરીદી વધુ કરતા હોય છે અને ઘરે શેરડી લઈને જાય એટલે ઘરવાળાઓ ને ખબર પડે કે મેળામાં જયને આવ્યા છે આજે નસવાડી ખાતે શિવરાત્રીનો મેળો ભરાયો છે જેમાં હજારોની મેદની જોવા મળી હતી જેની તસ્વીર નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here