રાજપીપળા પાસે ના બોરિદ્રા પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડ સાથે ભટકાતા ટ્રકનો ખુરદો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મોરબી થી ટાઇલ્સ ભરી મહારાષ્ટ્ર તરફ જતા ટ્રક ચાલક નું ટાઈલ્સ નીચે દબાઈ જતાં અક્સ્માત સ્થળેજ મોત

નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામ પાસે ટાઇલ્સ ભરેલ ટ્રક ભેખડમાં ધડાકાભેર અથડાતા ટ્રકનો ખુરદો વળી ગયો હતો, અને અક્સ્માત એટલો ખતરનાક હતો કે ટ્રક ચાલક નું પણ મોત નીપજ્યું હતુ.

બનાવ ની પોલીસસુત્રો માંથી મળતી માહિતી અનુસાર ટાઇલ્સ ભરીને ટ્રક નંબર MH 18 BA 4566 નો ચાલક શરદ રામદાસ બોઢરે રહે. પીપલગાવ જી. જલગાવ મોરબી થી ટાઇલ્સનો માલ ભરીને મહારાષ્ટ્રના ગોંડિયા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ખામર પાસે બોરીદ્રા ઢાળવાળા વળાંક પાસે ચાલકે પૂરપાટ ઝડપે ગફલત ભરી રીતે પોતાની ટ્રક હંકારતા રાત્રિના સમયે રસ્તાની બાજુમાં ભેખડ સાથે ટ્રક ધડાકાભેર અથડાતા ટ્રકનો ખુરદો વળી ગયો હતો, ઉપરાંત ટ્રક ચાલક નું ટાઇલ્સ નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતુ, આ બાબતે ટ્રાન્સપોર્ટના માલિક કમલેશ કાંતિલાલ જૈન દ્વારા આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે, ઉપરાંત મરણ જનાર ડ્રાઇવરના મૃતદેહને રાજપીપળા જુના સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો આમલેથા પોલીસે ફરિયાદ દાખલ કરી ઘટના સ્થળે પોહચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here