રાજપીપળા ખાતે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીમાં પ્રથમ જ વાર મતદાન કરવા આવેલા યુવાનનું થયું બોગસ વોટીંગ ??

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પોતાના નામે અગાઉથી જ બોગસ વોટીંગ થઈ જતા યુવાને વિરોધ કરતા યુવાન ને પોલીસ ની અપાઈ ધમકી !!!!

રાજપીપળા ના જુનાકોટ વિસ્તારમાં રહેતા યુવાનને લોકશાહીની પ્રણાલી મુજબ પોતાના મતનો અધિકાર પ્રાપ્ત થયો હતો, અને સહુ પ્રથમ જ વાર આ યુવાન લોકસભાના પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવા માટે પોતાના ઘરેથી નીકળી રાજપીપળા ના પ્રાયોજના વહીવટદાર ની કચેરી ખાતેના મતદાન કેન્દ્ર ઉપર વોટીંગ કરવા આવતા તેને કડવો અનુભવ થતો હતો , આ યુવાન લાઈનમાં ઊભા રહી જ્યારે પોતાનો મતદાન કરવા માટે જાય છે ત્યારે તારો મતદાન તો થઈ ગયું છે !! નું કર્મચારીઓએ જણાવતા યુવાને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

રાજપીપળા ના જૂનાકોટ વિસ્તારમાં રહેતા તડવી હર્ષ નામનો યુવાન આજરોજ ભારતીય લોકશાહીને મજબૂત કરવા માટે પોતાને મળેલા મતદાનનો ઉપયોગ કરવા માટે એક યુવા મતદાર તરીકે જીવન માં સૌ પ્રથમ જ વાર વોટીંગ કરવા માટે ભારે ઉત્સાહ સાથે રાજપીપળા ના પ્રાયોજના વહીવટદાર ની કચેરી ના મતદાન કેન્દ્ર ઉપર આવ્યો હતો. જ્યાં તે અડધા કલાક સુધી લાઇનમાં ઊભો રહ્યો અને જ્યારે તેનો નંબર આવ્યો અને મતદાન મથકમાં વોટીંગ કરવા માટે ગયો ત્યારે તેને ફરજ ઉપરના અધિકારીઓએ જણાવ્યું હતું કે તારું મતદાન તો થઈ ગયું છે!!! આ યુવાને દલીલ કરતા જણાવ્યું કે હું હજુ અત્યારે જ આવયો છું અને મેં વોટીંગ કર્યું જ નથી, ની દલીલ મતદાન કેન્દ્ર ખાતેના કર્મચારીઓ અધિકારીઓ સાથે કરતા તેને ફરજ નિયુક્ત કર્મચારીઓએ જો વધારે દલીલ કરીશ તો પોલીસ પાસે પકડવડાવી દેવાની ધમકી આપી હતી. જેથી આ યુવાન ખૂબ જ હતાશ થઈ જીવનમાં પ્રથમ જ વાર પોતાને પસંદગીના ઉમેદવારને, પોતાની પસંદગીના રાજકીય પક્ષને મતદાન કરવાથી વંચિત રહી જવાના અફસોસ અને અણગમાં સાથે પરત ફર્યો હતો. ત્યારે આ મામલામાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે આ યુવાન દાવાથી કહે છે કે મેં મતદાન કર્યું જ નથી તેનુ નામ પણ મતદાન ના વોટીંગ લિસ્ટ માં મતદાર યાદી મા છે તેમ છતાં પણ તેના નામે અન્ય કોઈ મતદાન કઈ રીતે કરી ગયું?? આ યુવાન પોતે મતદાન કરવા જાય એ પહેલા જ મતદાન થઈ ગયું તો આ મતદાન કોણે કર્યું ??? અને જો યુવાને મત નથી આપ્યું તો આ બોગસ વોટીંગ કરનાર કોણ ??? ના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here