નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયા તથા SoUના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ IAS દંપતીએ સજોડે વડિયા કોલોની બુથ ખાતે મતદાન કર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન કરીને સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા IAS દંપતીની અપીલ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે આજે યોજાયેલા મતદાનમાં વહેલી સવારે નર્મદા જિલ્લાના IAS દંપતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તથા તેમના પતિ SoUના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે આજે ૧૮૪-વડીયા કોલોની બુથ ખાતે ભારતીય પરિવેશમાં સજોડે મતદાન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ પણ સજોડે અહીં જ મતદાન કર્યું હતું. જ્યારે પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી પણ આ જ બુથ ખાતે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. આ બુથને PwD સંચાલિત પોલિંગ બુથ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં અન્ય નાગરિકો-મતદારો પણ મતદાન કરી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અન્વયે ત્રીજા તબક્કા માટે આજરોજ યોજાયેલા મતદાનમાં સહભાગી થયા બાદ જિલ્લાના તમામ મતદારોને સમગ્ર રાજ્યમાં મહત્તમ મતદાન કરીને સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા IAS દંપતીએ મતદારોને ખાસ અપીલ કરી હતી.

જિલ્લાના મતદાતાઓને તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વના આ અવસરમાં અચૂક સહભાગી બને, આ અવસરને હરખભેર વધાવી લેવા અને ભૂતકાળમાં નર્મદા જિલ્લાએ વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૨માં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ-૮૨.૮૧ ટકાવારી, વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ માં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ-૮૦.૬૭ ની ટકાવારી તેમજ લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯માં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ-૮૦.૨૮ ની ટકાવારી, વર્ષ ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં ૭૮.૪૨% રાજ્યમાં સર્વોચ્ચ રહ્યો હતો. ગત તમામ ચૂંટણીઓ કરતા લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪માં મતદાનમાં વધુ ઉંચી ટકાવારી સાથે નવો વિક્રમ સ્થાપી મતદાર જાગૃતિની વિેશેષ પ્રતીતિ કરાવવા ખાસ અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here