લગ્ન ની સગાઈ તોડી નાખવાના મુદ્દે બે પરિવારો વચ્ચે રેફરલ હોસ્પિટલ સામે મારામારી થતા સામ સામે ફરીયાદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રહેતા શહેજાદ રફિકભાઇ લુહાર પરીવાર સાથે ગોધરા ખાતે લગ્ન મા ગયા હતા ત્યારે હાલોલ ખાતે રહેતા અલ્તાફ લતિફભાઇ લુહાર તેના પરિવાર સાથે લગ્ન મા આવેલ અને અલ્તાફે તેની પાસે આવી ને કહેલ કે મારા ભત્રીજા અદનાન ની સગાઈ તમારી કુટુંબી બહેન સાથે એકાદ વર્ષ પહેલાં કરી હતી તે સગાઈ કેમ તોડી નાખી તેમ કહી બોલાચાલી કરી ત્યારબાદ કાલોલ રેફરલ હોસ્પિટલ સામે તેઓની દુકાને તેઓ ઉભા હતા ત્યારે બે કાર લઇને અલ્તાફ લતિફભાઈ, અદનાન ફરીદભાઇ, ફરીદભાઈ લતીફભાઈ લુહાર, મોઇનુદ્દીન જલાલુદ્દીન લુહાર આવેલ અને બોલાચાલી બાદ ગંદી ગાળો બોલી, ઝગડો કરી ગડદા પાટું નો માર મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી જયારે બીજી તરફ હાલોલ ખાતે રહેતા અને એકાઉન્ટ નું કામ કરતા અલ્તાફ લતીફભાઇ લુહાર ની ફરિયાદ મુજબ તેઓને જણાવેલ કે મારા કુટુંબી બહેન ની અદનાન સાથેની સગાઈ તમે કેમ તોડી નાખી તેને કહી બોલાચાલી કરી તમો કાલોલ તરફ થી નીકળો તેમ કહી જતા રહેલા અને લગ્ન પ્રસંગ પતાવી તેઓ ગોધરા થી કાલોલ તરફ જતા હતા ત્યારે કાલોલ રેફરલ હોસ્પિટલ સામે કાર સામે આવી જઈને તેઓની કાર ને ઊભી રખાવી સહેજાદ અનવરભાઈ લુહાર, સલીમભાઈ કરીમભાઈ, સૌકતભાઈ મહંમદભાઇ, સરફરાઝ સબ્બીરભાઈ લુહાર ચારેવ ઈસમો ગાળો બોલી લાકડીઓ લઇ આવી ગાડી નાં બોનેટ ઉપર અને પાછળ લાકડી મારી કાચ તોડી નાખ્યાં હતાં અને તૂટેલા કાચ ને કારણે બે ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા જેઓની કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર કરાવી ફરિયાદ નોંધાવેલી આમ એક જ બનાવ આધારીત બે સામ સામે ફરીયાદ દાખલ થતા પોલીસે બંને ગુના બાબતે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here