રાજપીપળા ખાતે રજવાડા સમયની કન્યા શાળામાં થતું બાંધકામ કાયદેસર કે ગેરકાયદેસર ???

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા પંચાયતને માત્ર 91.50 ચોરસ મીટર જ જગ્યા ફાળવાય બાંધકામ ગેરકાયદેસર– નગરપાલિકા માજી પ્રમુખ મહેશ વસાવા

રાજપીપળા ખાતે રજવાડા સમયની કન્યા શાળાની જમીનમાં જિલ્લા પંચાયત નર્મદા દ્વારા હાલ જે બાંધકામ કરવામાં આવ્યું છે આ બાંધકામ કાયદેસર કે ગેરકાયદેસર ?? નો પ્રશ્ન રાજપીપળા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા એ ઉઠાવ્યો છે.

રાજપીપળા ના પૂર્વ રાજવીઓએ રાજપીપળા ના નગરજનો શિક્ષણ મેળવે અને તેમાંય ખાસ કરીને કન્યાઓ શિક્ષણ મેળવે એ માટે રાજપીપળા ના મુખ્ય માર્ગ ઉપર એક ભવ્ય ઈમારતનો સર્જન કરી કન્યાઓ માટેની શાળાનું નિર્માણ કર્યું હતું. સમયાંતરે અગાઉ જે રાજપીપળા નગરપાલિકા હસ્તક શિક્ષણ સમિતિ ચાલતી એ શિક્ષણ સમિતિ પંચાયતને સોંપવામાં આવતા આ ઈમારતનો વહીવટ નર્મદા જિલ્લા પંચાયત હસ્તક થતા જિલ્લા પંચાયત દ્વારા આ ઇમારતને તોડી નવું બાંધકામ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ઇમારતને જ્યારે તોડવામાં આવી રહી હતી ત્યારે પણ અનેક વાદવિવાદો સર્જાયા હતા અને ઇમારતના તોડફોડની કામગીરી બંધ પણ રાખવામાં આવી હતી, પરંતુ આ જગ્યા જિલ્લા પંચાયતને સોપાયેલ હોય જિલ્લા પંચાયતે અહીંયા બાંધકામ કરી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાંધકામ સામે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા એ પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ નગરપાલિકા માથી બાંધકામ માટે કોઈ જાતની પરવાનગી લેવામાં આવી કે કેમ અને કેટલા વિસ્તારમાં બાંધકામની પરવાનગી મેળવવામાં આવી. જિલ્લા પંચાયત હસ્તક સોંપવામાં આવેલી જમીન કેટલી ની માહિતી માગી હોવાનો મહેશભાઈ વસાવા જણાવ્યું હતું. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવાએ વિશેષમાં જણાવ્યું હતું કે હાલ જે બાંધકામ જિલ્લા પંચાયત ની માલિકી ની જમીનમાં થઈ રહ્યો નગરપાલિકાની સરકારી જમીન સરકાર હસ્તક કરી શકાય, માત્ર 91.50 ચોરસ મીટર આગન વાડી બનાવવામાં આવી રહી છે આ જમીન જિલ્લા પંચાયતની ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જિલ્લા પંચાયત ભાજપાની છે જેથી ગેરકાયદે બાંધકામ સત્તાનો દુરુપયોગ કરીને થઈ રહ્યો છે. પોતે આરટીઆઈ એકટ હેઠળ જમીન કોની ? બાંધકામની પરવાનગી મેળવવામાં આવી કે નહીં? વિગેરે બાબતોની માહિતી માંગી હોવાનું પણ વાતચીતમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here