ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદના વીરોધમાં ડેડીયાપાડામાં જડબેસલાક બંધ

ડેડીયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

આમ આદમી પાર્ટી અને ભાજપા ના રાજકીય યુદ્ધ વચ્ચે ડેડીયાપાડા માં શરૂ થયું બેનર યુદ્ધ

નર્મદાના ડેડીયાપાડામાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 4 સામે FIR નો મામલો. બિચકયો

જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ બંધ એલાનને વખોડી બજાર ચાલુ રાખવા કરી વિનંતી

ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગ દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ થતા સમગ્ર નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ મામલે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ડેડીયાપાડા ખાતે આજરોજ ચેતર વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાતા બજારો બંધ રાખવાના આદિવાસીઓએ જાહેરાત કરતા ડેડીયાપાડા ના બજારો આજરોજ સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યા હતા . જો કે કેટલીક છૂટી છવાયેલી દુકાનો ચાલુ રહી હતી.

આદિવાસીઓ તરફથી ધારાસભ્ય સામે પોલીસ દ્વારા ખોટો કેસ નોંધાયો હોવાની રજૂઆતો કરાઈ રહી છે, ત્યારે નર્મદા પોલીસે ધારાસભ્ય ચેતર વસાવા સહિત તેમના પત્ની તેમના પીએ અને અન્ય એક ઈસમ સામે ફરિયાદ નોંધી છે . ધારાસભ્ય ચૈતર વસાવા ની પત્ની સહીત પીએ તેમજ અન્ય એક ની અટકાયત પણ કરવામાં આવી છે, અને તેઓના જામીન નામંજૂર થતાં તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યા છે.

પોતાની સામે પોલીસ કાર્યવાહી થતાં ચેતર વસાવા ભુગર્ભમાં ચાલ્યા ગયા છે, અને આગોતરા જામીન મેળવવાના પ્રયત્નો હાથ ધરતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

ત્યારે આ સમગ્ર મામલામાં ડેડીયાપાડા ખાતે ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય જંગ પણ જોવા મળ્યો હતો , ચેતર વસાવા તો પોતાની સામે ફરિયાદ થતાં ભુગર્ભ માં ઉતરી ગયેલ છે, પરંતુ ભાજપા તરફથી સાંસદ મનસુખ વસાવા બહાર આવ્યા હતા અને તેઓએ ડેડીયાપાડા ના બજારો ચાલુ રાખવા પોતાના ટ્વીટર અને સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. આ તમામ પ્રયાસો વચ્ચે પણ ડેડીયાપાડા ના બજારો આજે કેટલીક છૂટી છવાઈ દુકાનોને બાદ કરતાં સજ્જડ બંધ રહ્યા હતા અને લોકોનો ચેતર વસાવા સામે વન વિભાગ એ નોંધાવેલી ફરિયાદ સામે આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યો હતો.

ચૈતર વસાવાના સમર્થનમા ડેડીયાપાડા બંધ રાખવાના લખાણ વાળા બેનરો લાગ્યાં હતાં

તો બીજી બાજુ સાંસદ મનસુખ વસાવાએ બજારો ચાલુ રાખવા જણાવતા બજાર ચાલુ રાખવા અંગેના બેનરો બોર્ડ લાગ્યાં હતાં ,આપ અને ભાજપા ના રાજકીય યુદ્ધ વચ્ચે ડેડીયાપાડા માં બેનર યુદ્ધ પણ જોવા મળ્યો હતો.

ડેડીયાપાડા ના બજારો બંધ ના એલાન ને પગલે રાજપીપળા ના ડીવાયએસપી જે. વી.સરવૈયા પોલીસ કુમક સાથે ડેડીયાપાડા ખાતે પોલીસ બંદોબસ્ત માં જોડાયા હતા અને લોકો ને આહવાન કર્યું હતું કે કોઈ પણ ઈસમ ધાકધમકી આપી દુકાનો બંધ રાખવાની માંગણી કરે અને કોઈ પણ જાતની શાંતિ નો ભંગ કરે તો પોલીસનો સંપર્ક સાધવા અને પોલીસના ધ્યાનમાં લાવવા તેઓને જણાવ્યુ હતું. ડીવાયએસપી સહિત 8 પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેકટર અને 60 પોલીસના જવાનો ડેડીયાપાડા ખાતે પોલીસ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here