વંથલી ભાજપનો આંતરિક કલેશ સપાટી પર : શાપુરનાં સરપંચે ધરી દીધું રાજીનામું

જૂનાગઢ, અજય વાણવી પોલિટિકલ રિપોર્ટર :-

ફળદુ પરિવાર ની ૨ પેઢી ની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો કારસો ખુદ ભાજપે જ ઘડ્યો

ગુજરાત ની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત માની એક શાપુર ની ગ્રામ પંચાયત

જુનાગઢ નાં વંથલી તાલુકા માં ભાજપ નો આંતરિક કલેશ હાલ સપાટી પર છે. ગુજરાત ની સૌથી મોટી અને ધનાઢ્ય ગણાતી ગ્રામ પંચાયતમાની એક એવી શાપુર ગ્રામ પંચાયત નાં સરપંચ ટીનું ફળદુ એ સરપંચ પદે થી એકાએક રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. હવે જો વિસ્તાર થી વાત કરીએ તો આ વિસ્તાર નાં દિગ્ગજ પાટીદાર આગેવાન અને પ્રખર રાજકીય ખેલાડી એવા વાલજીભાઈ ફળદુ રાજકીય રીતે ૧૯૮૩ થી સક્રિય રહ્યા છે ૬ ટર્મ (આશરે ૩૭ વર્ષ) જીલ્લા પંચાયત નાં સદસ્ય તરીકે જેમાં ૨ વખત આરોગ્ય સમિતિ નાં ચેરમેન, ૧ વખત કારોબારી ચેરમેન, ૧ વખત કૃષિ અને સહકાર ચેરમેન તેમજ ૧ વખત વિરોધ પક્ષ નાં નેતા તરીકે કામગીરી કરી હતી. તો શાપુર ગ્રામ પંચાયત માં ૨ ટર્મ સુધી સરપંચ અને આશરે ૧૬ વર્ષ સુધી વંથલી તાલુકા કોંગ્રેસ નાં પ્રમુખ રહી ચુક્યા છે. તેના મોટા દીકરા એટલે કે ટીનુભાઈ ફળદુ. જેઓ પણ ૨ ટર્મ સરપંચ રહી ચુક્યા છે. જીલ્લા ભાજપ માં મહામંત્રી તરીકે સેવા આપી છે. તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડા સામે ભાજપ માંથી ધારાસભા પણ લડી ચુક્યા છે. તેના નાના દીકરા શરદ ભાઈ ફળદુ ૧ વખત જીલ્લા પંચાયત લડ્યા અને ૧-૧ ટર્મ સુધી તાલુકા સંઘ અને માર્કેટિંગ યાર્ડ માં પ્રમુખ રહી ચુક્યા છે. આમ આટલો મોટો રાજકીય વારસો ધરાવતો આ પરિવાર એકાએક સરપંચ પદે થી રાજીનામું આપી દે તે વિચારવા લાયક તો ખરું ને ??

હવે વાત કરીએ હાલ ચાલી રહેલ ભાજપ નાં આંતરિક કલેશ ની તો. ટીનું ફળદુ વર્ષ ૨૦૧૭ માં ભાજપ માંથી ટીકીટ મેળવી કોંગ્રેસી જવાહર ચાવડા સામે ચુંટણી જંગે ઉતર્યા હતા. પરંતુ તે સમયે પાટીદાર આંદોલન ની અસર એવી રહી કે ટીનું ફળદુ ને હાર નો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ જવાહર ચાવડા ભાજપ માં જોડાયા અને ધીમે ધીમે સાવજ ડેરી નાં પ્રમુખ અને જીલ્લા પંચાયત માં પ્રમુખ પતિ રહી ચૂકેલ દિનેશ ભાઈ ખટારીયાએ રાજકીય માહોલ માં પ્રવેશ કર્યો. ત્યાર બાદ ભાજપ ને વ્હાલા થવા ની લ્હાય માં અનેક ભાજપ નાં આગેવાનો અંદરો અંદર ખેચાખેચ કરવા લાગ્યા. જો આંકડાકીય માહિતી ની વાત કરીએ તો શાપુર ગ્રામ પંચાયત વંથલી તાલુકા ની સૌથી મોટી ગ્રામપંચાયત છે શાપુર ગામ માં ૨ તાલુકા પંચાયત ની સીટ નો સમાવેશ થાય છે. ૨ ટર્મ થી જીલ્લા પંચાયત નાં સદસ્ય મુકેશ કણસાગરા આ જ ગામ નાં વતની છે.
પરંતુ ગામ ના વિકાસ મા એકપણ રૂપિયા ની ગ્રાન્ટ નથી આપી . અને ગ્રાન્ટ વાપરી તો પણ તેના ખેતર જવાના રસ્તામાં. છેલ્લી બે ટર્મ થી તાલુકા પંચાયત મા ભાજપ સત્તા સ્થાને હોય શાપુર એક ગામ મા જ બબ્બે સભ્યો તાલુકા પંચાયત મા હોય છતાં એક પણ ગ્રાન્ટ આ ગામ મા આપવામાં ન આવી હોવાની ગ્રામજનો મા ચર્ચા થઈ રહી છે. એ તો ઠીક કે ગ્રાન્ટ નથી આપી પરંતુ સરપંચ ટીનું ફળદુ એ ગામ મા લાઇબ્રેરી નું કામ શરૂ કર્યું .આ કામ નું ટી એસ (તાંત્રિક મંજૂરી) તાલુકા પંચાયત દ્વારા અપાઈ હોય કામ પૂરું થયા બાદ એકાએક તાલુકા પંચાયત રાજકીય ઇશારે આ તાંત્રિક મંજૂરી ને રદ કરી નાખે. આવા આશરે ૧૦-૧૨ લાખ ના કામ ના બિલ તાલુકા પંચાયત રોકી બેઠી હોય તેવી વિગતો પણ જાણવા મળી છે. આમ ભાજપ પ્રેરિત તાલુકા પંચાયત ની બોડી અને તેના આકાઓના વ્હાલા દવલાની નીતિ આ રાજીનામા પાછળ નું કારણ હોય તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. અને તાલુકા પંચાયત ની બોડી પણ તાત્કાલિક કારોબારી બોલાવી મંજૂર પણ કરી દે . છે ને વિચારવા જેવું ??

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જ તાલુકા પંચાયત naa પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાસે સરખું સંખ્યાબળ હોય , કોણ સત્તા પર besase તેના માટે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાની વાત મા ને વાત મા કોંગ્રેસ ના બે સદસ્યો ના તાલુકા પંચાયત ના મેદાન માથી ફિલ્મી ઢબે અપહરણ થયા હતા અને ભાજપ સત્તા પર બેસી ગઈ હતી અને થોડીવાર બાદ જાહેર માથી અપહરણ થનાર બંને કોંગી સદસ્યો પોલીસ ને એવું નિવેદન આપે કે તેનું અપહરણ થયું ન હતું. રાજી ખુશીથી ગયા હતા.. ઢગલા બંધ વિડિયો વાયરલ થયા હતા પણ છેલ્લે પેલી કહેવત જેવું થયું કે ” સત્તા સામે શાણપણ નકામું” હવે જોવું એ રહ્યું કે આ કિંગ મેકર બનવાની લહાય મા ભાજપ પોતાના જ પગ પર કુહાડો તો નથી મારી રહી ને…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here