નર્મદા જિલ્લામાં સવારના 7 થી બપોરના 3 વાગ્યા સુધી સરેરાશ 64 ટકા થી પણ વધુ મતદાન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાદોદ વિધાનસભા મત વિસ્તારમાં બપોરના 3 વાગ્યા સુધી 60.56 ટકા ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં 68.05 ટકા જેટલું ઊંચું મતદાન

શહેરી વિસ્તારોમાં વહેલી સવારે મતદારોમાં જોવા મળ્યો ઉમંગ અને ઉત્સાહ જયારે બપોરે મતદાન કેન્દ્રો સુમસામ

નર્મદા જિલ્લામાં સમાવેશ નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારોમાં આજરોજ છોટાઉદેપુર લોકસભા અને ભરૂચ લોકસભા ની બેઠકો માટે મતદાન કરવા માટે વહેલી સવારે મતદારોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ બપોરે મતદાન કેન્દ્રો શહેરી વિસ્તારોમાં સૂમસામ નજરે પડ્યા હતા. પરંતું ગ્રામ્ય વિસ્તારો મા બપ્પોરે પણ મતદાન કરવા મતદારોમાં જાગૃતિ જૉવા મળી હતી. નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ડેડીયાપાડા અને નાંદોદ વિધાનસભા મતવિસ્તારો માં વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બપોરના ત્રણ વાગ્યા સુધી નર્મદા જિલ્લામાં સરેરાશ 64 ટકાથી પણ વધુ મતદાન નોંધાયું છે.

વહેલી સવારે સાત થી નવ કલાક ના સમયગાળા દરમિયાન નાદોદ વિધાનસભા મત વિસ્તારમાં 13.96 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં 13.90 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
ત્યારબાદ ના બે કલાક એટલે કે સવારના 9 થી 11 કલાક સુધી નાદોદ વિધાનસભામાં 34.53 ટકા જ્યારે ડેડીયાપાડા વિધાનસભામાં 32.87 ટકા જેટલો મતદાન નોંધાતા સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો મતદાનની ટકાવારીમાં પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ સૌથી વધુ મતદાન કરી નામના મેળવે તો નવાઈ નહીં.
જો સવારના 11 વાગ્યા સુધીની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં
24.35 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમા
ભરૂચ લોકસભા બેઠક ઉપર 27.52 ટકા
છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર 26.58 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

જ્યારે ત્યાર પછીના બે કલાક સવારે 11 થી બપોરે 1 દરમિયાન નાદોદ વિધાનસભા માં મતદાન 47.83 ટકા જેટલું નોંધાયું હતું અને ડેડીયાપાડા વિધાનસભા માટે ૫૫ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયુ હતું.
જ્યારે બપોરે 1:00 વાગ્યાથી 3:00 વાગ્યાના ગાળાના બે કલાક દરમિયાન બપોર ના ત્રણ વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લામાં નાદોદ વિધાનસભા મત વિસ્તારમાં 60.56 ટકા અને ડેડીયાપાડા મત વિસ્તારમાં 68.05 ટકા મતદાન નોંધાયેલ છે.

નર્મદા જિલ્લો હવે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મતદાન કરવાની કેડી ઉપર આગળ વધી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here