બેટી બચાવો, બેટી પઢાવો અને પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત કિશોરી મેળાની ઉજવણી કરાશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજે તા.૧૧ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જેતપુર પાવી ખાતે કિશોરી મેળો યોજાશે

ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા કલ્યાણ પ્રભાવ હેઠળ બેટી બચાવો, બેટી પઢાવો યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ “સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ તા.૧૧ થી ૧૩ ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન કિશોરી મેળાની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત આજે તા. ૧૧ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સ્વામીનારાયણ હોલ, જેતપુર પાવી ખાતે કિશોરી મેળો યોજાશે
કિશોરીઓના જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવા તથા વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે જાગૃત કરવા, આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય, કિશોરીઓમાં પોતાના પોષણાર વિશેની જાગૃતતા કેળવાય, કિશોરીઓના રોજિદા આહારમાં મિલેટનો ઉપયોગ થાય, આરોગ્ય, શિક્ષણ, સર્વાગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલું હિંસા વિશે માહિતગાર કરવા, સમાજમાં દિકરી અને દિકરા વચ્ચેના ભેદભાવને દુર કરીને દિકરીઓના જન્મદરમાં વધારો વગેરે હેતુઓ માટે છોટાઉદેપુર જિલ્લાની કિશોરીઓને આ ઉજ્વણીમાં સહભાગી થવા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. 11/10/23 ના તાલુકા જેતપુર સમય 11થી 4,30 કલાક 12/10/23 છોટાઉદેપુર તાલુકા દરબાર હોલ છોટાઉદેપુર ખાતે 11થી 4,30 કલાક 13/10/23 ના રોજ PHC સેન્ટર કવાટ તાલુકા ખાતે યોજાનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here