બોડેલી વેપારીના ચેક રિટર્ન કેસમા બે વર્ષની સજા ગુજરાત ગ્રામીણ બેંક બોડેલી શાખાના મેનેજર શાહ દિપક કુમાર મારફતે આ કામના આરોપીને લોન આપવામા આવી હતી તેની ટુકી વિગત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આ આરોપીને ધંધાના વિકાસ માટે નાંણાની જરૂર હોવાથી ઓટો ફર્નીચર માટે અમો ફરીયાદી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બોડેલી શાખા પાસે લોનની માંગણી કરેલી અને તે અરજી મંજુર કરી રૂા. ૧,૯૯,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ નવાણું હજાર પુરાની લોન તા. ૨૭/૫/૨૦૧૫ ના રોજ આપવામાં આવેલી અને આરોપીએ અમો ફરીયાદી બરોડા ગુજરાત ગ્રામીણ ગેંક બોડેલીમાં ખાતા નં. ૩૧૪૭૦૬××××× ખોલાવી અમો ફરીયાદી ગુજરાત ગ્રામીણ બેંક બોડેલી શાખા માંથી રૂા. ૧,૯૯,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ નવાણું હજાર પુરાની લોન લઇ રૂપિયા ઉપાડેલ છે.જે લોન આરોપીએ હપ્તાથી ભરપાઈ કરવાની હતી તે ના ભરપાઈ કરતા બેંક ના મેનેજર વારંવાર હપ્તા ના નાંણા વસુલ કરવા માટે આરોપી ને ત્યાં જતા આરોપીએ પોતાના ખાતા નો ચેક લોન ચુક્તે ના તમામ નાણાં ભરપાઈ કરવાની રકમ ₹ ૧,૯૨,૧૩૨ /- ચેક નંબર ૬૪૩૬૧૪ એસ બી આઈ બોડેલી શાખા નો લખી આપેલો તે ચેક ફરીયાદી બેંક આરોપી ના ખાતા માં જમા કરતા “ અધર રીઝન ફંડ અનસફીલીયન્ટ “ ના શેરા સાથે પરત ફરતા બેર પેનલ વકીલ મારફતે નોટીસ આપી ને બોડેલી કોર્ટ મા બેંક ના વકીલ લલિતચંદ્ર ઝેડ રોહિત મારફતે ફરીયાદ દાખલ કરવામા આવી હતી તે ફરીયાદ નામદાર કોર્ટ માં પુરાવો લય ચાલી જતા બેંક ફરીયાદી ના વકીલ લલિતચંદ્ર ઝેડ રોહિત ની ધારદાર દલીલો માન્ય રાખી નામદાર કોર્ટ …..અંતિમ ઓર્ડર
આરોપી મહેશભાઈ પ્રહલાદભાઇ વસાવા સરનામું પોસ્ટ ઓફિસ પાસે, બોડેલી, તાલ બોડેલી, જિ. છોટાઉદેપુર આથી NI એકટની કલમ 255(2) મુજબ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 255(2) મુજબ શિક્ષાપાત્ર ગુના માટે દોષિત છે આથી બે વર્ષની સાદી કેદ ની સજા કરવાનો હુકમ કરવનો આદેશ કરવામા આવે છે
કાયદા મુજબના ઉક્ત ગુના માટે, તે દિવસો કાપવાના છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 ની જોગવાઈઓ.
વધુમાં એવો આદેશ આપવામાં આવ્યો છે કે આરોપીએ Cr PC ની કલમ 357(1) ની જોગવાઈઓ અનુસાર દંડની રકમની સજામાંથી રૂ. 1,92,132/- વસૂલ આપવા
તા, 03/10/2023 ના રોજ ખુલ્લી અદાલતમાં સહી કરી અને ચુકાદો આપ્યો. મહેશભાઈ પી વસાવા રહે બોડેલી ને શિક્ષાપાત્ર ગુના માટે દોષિત ઠેરવી 2 વર્ષ ની સાદી કેદની સજા કરવાનો હુકમ આશુતોષ રાજ પાઠક સાહેબ એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ બોડેલી દ્વારા કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here