છોટાઉદેપુર સાંસદ ગીતાબેનની રજૂઆત રંગ લાવતા ચલામલી બીઓબીમાં સ્ટાફ મુકવામાં આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલી ગામે બેન્ક ઓફ બરોડામાં સ્ટાફના અભાવે છેલ્લા કેટલાય દિવસોથી ખાતેદારોને લાંબી કતારોમાં ઉભા રહેતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.જેને લઈને બોડેલી તાલુકા એટીવીટી સભ્ય પરિમલ પટેલે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાને રજૂઆત કરી હતી.જેને જિલ્લાના મોટાભાગના વર્તમાનપત્રોએ સમાચાર વર્તમાનપત્રમાં આપ્યા હતા.વર્તમાનપત્રોમાં આવેલ સમાચાર અને સાંસદ ગીતાબેન રાઠવાએ જિલ્લાના લીડ મેનેજરને લેખિતમાં ચલામલી બીઓબીમાં સ્ટાફ મુકવા અને ખાતેદારોને પડતી હાલાકી દૂર કરવા અંગેની રજૂઆત કરતા લીડ મેનેજર ઘ્વારા તાત્કાલિક સ્ટાફ મુકતા ચલામલી પંથકના બીઓબીના ખાતેદારોમાં આનંદની લહેર છવાઈ હતી.તમામ ખાતેદારોએ જિલ્લાના તમામ વર્તમાનપત્રો અને સાંસદ ગીતાબેન રાઠવા,લીડ મેનેજરનો આભાર વ્યક્ત કર્યો છે.આમ ચલામલી બીઓબીમાં સ્ટાફ મુકાતા ખાતેદારોમાં આનંદની લાગણી છવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here