બિપોર જોય વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોની મદદએ લોજનું સ્વામિનારાયણ મંદિર

જૂનાગઢ, મયુર કૉદાવલા :-

છેલ્લા ચાર-ચાર દિવસથી બિપોર જોય વાવાઝોડું
દરિયા કિનારા ઉપર ચાલી રહ્યું છે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગામોના નીચાણવાળા વિસ્તારો ના લોકોને વિવિધ સંસ્થાઓમાં આશરો આપવામાં આવેલ છે ત્યારે માંગરોળ વિસ્તારમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં લોજના સ્વામિનારાયણ મંદિર પણ લોકોને પડખે ખડે પગે રહ્યું છે છેલ્લા ચાર-ચાર દિવસ થયા એનડીઆરએફ ટીમ ના ના જવાનો અને બીજા અન્ય 300 થી 400 લોકોને લોએ જ ના સ્વામિનારાયણ મંદિરમાં આશરો આપવામાં આવ્યો છે મંદિરના મહંત શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસ સ્વામી અને મુખ્ય કોઠારી શાસ્ત્રી ધર્મ કિશોરદાસ સ્વામી અને અન્ય સંતો જુનાગઢ સ્વામિનારાયણ મંદિર ની રાધા રમણ દેવ વહીવટી સમિતિ ના માર્ગદર્શન મુજબ ચા પાણી નાસ્તો અને રહેવા જમવાની તમામ અસરગ્રસ્તો માટેની સુંદર વ્યવસ્થા કરેલ છે.
લોય જ મંદિરના કોઠારી ધર્મ કિશોર સ્વામી અને મહંત શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામી એ જણાવ્યું છે કે જ્યારે જ્યારે કુદરતી રીતે આવી આફતો આવે છે ત્યારે હર હંમેશ લોયેજનું સ્વામિનારાયણ મંદિર અસરગ્રસ્ત ની લોકો ની સેવામાં ખડે પગે રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here