જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામા આવેલ ચુડા સોરઠ ગામે મહાકાળી માતાના મંદિરે નવચંડી યજ્ઞ સહિત શોભાયાત્રા કાઢવામાં આવી

જૂનાગઢ,હિરેન ચૌહાણ (બાબરા) :-

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા મા આવેલ ચુડા.સોરઠ ગામે તારીખ 15.5.2022ના રોજ ચુડા ગામ ની અંદર આવેલ ચુડા અને આજુબાજુના ગામ નુ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવતું આશરે ૩૫૦ વર્ષ જૂનુ શ્રી મહાકાળી મા નુ મંદિર આવેલ છે ત્યાં છેલ્લા 50 વર્ષથી મહાકાળી ગરબી મંડળ દ્વારા અવાર-નવાર સારા કાર્યક્રમો એટલે કે નવરાત્રી ના કાર્યક્રમો દેવી ભાગવત સપ્તાહ કે પછી રામકથા નું આયોજન હોય આખા ગામના લોકો સાથે મળીને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે અને તારીખ 15 .5.20 22ના રોજ ચુડા ગામના ભૂદેવ દિનેશભાઈ દ્વારા શ્રી મહાકાળી માતાના મંદિરે નવચંડી યજ્ઞ અને મહાકાળી માતાજીની આખા ગામની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગઈકાલે રાત્રે દાંડીયારાસ અને માતાજી ના તાવા નો પ્રસાદ લઈને ગામના લોકોએ માતાજીના આશીર્વાદ લીધા હતા અને આજે નવચંડી યજ્ઞ અને માતાજીના મંદિરની ધજા રોહણ અને ગામની દૂધ ની ધારા વાડી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં ગામના તમામ સંતો મહંતો હરિબાપુ , ગોવિંદ બાપુ, રાજુ ભગત, ડોળેશ્વર મહાદેવના મહંત હસુ બાપુ મહાકાળી મંદિરના મહંત સાલગીરી, દેવસિ ભગત અને ઘનશ્યામભાઈ પટોળીયા એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી અને શ્રી મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલ ભાઈ ધાધલ વિનુભાઈ વેગડા સુરેશભાઈ વેગડા રમેશભાઈ વેકરીયા વિઠ્ઠલભાઈ ગોંડલીયા રમેશભાઇ ગોંડલીયા રવિ ભાઈ ધાધલ વિપુલભાઈ વેગડા હાર્દિકભાઈ ગોંડલીયા એ સતત બે દિવસ ખડે પગે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આખા ગામના લોકોએ પ્રસાદ લીધો હતો તેની વ્યવસ્થામાં ગામલોકોએ પૂરો સહકાર આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here