પંચમહાલ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :

૨૧મી જૂને પાવાગઢ મંદિર પરિસર, શાળાઓ, કોલેજો,આરોગ્ય કેન્દ્રો સહિત વિવિધ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાવાસીઓને સહભાગી બનવા જિલ્લા કલેક્ટરશ્રીએ કરી અપીલ

ચાલુ વર્ષે ૨૧ જૂન ૨૦૨૩ના રોજ ૯માં વિશ્વ યોગ દિવસની સમગ્ર રાજ્યમાં જન ભાગીદારી સાથે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય”ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે ઉજવણી કરાશે.
પંચમહાલ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભે આજરોજ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા જિલ્લા સેવા સદન,કલેકટર કચેરી સભાખંડ ખાતે મીડિયાકર્મી મિત્રો સાથે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ મીડિયાકર્મીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, “આગામી તા.૨૧મી જુનના રોજ સમગ્ર રાજ્યમાં “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે ત્યારે પંચમહાલ જિલ્લામાં,જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરા ખાતે કરાશે. આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આઇકોનિક સ્થળ તરીકે પાવાગઢ મંદિર પરિસર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરાશે. જિલ્લાની નગરપાલિકાઓ,ગ્રામ પંચાયતો,તાલુકા પંચાયતો,કમ્યુનિટી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,શાળાઓ, કોલેજો ખાતે પણ ધામ ધૂમથી ઉજવણી કરાશે.
વધુમાં, તેમણે જિલ્લાવાસીઓને અપીલ કરી હતી કે આ યોગ દિવસની ઉજવણીમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે અને યોગ દિવસમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો અનુરોધ કર્યો હતો.આ સાથે તેમણે સાંસદ યોગ સ્પર્ધામાં ભાગ લેવા તથા યોગ દિવસમાં સહભાગી થવા ઇચ્છતા પંચમહાલ જિલ્લાના ભાઈઓ-બહેનો http://desk.voiceey.com/idoy/ પર રજીસ્ટ્રેશન કરી પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.આ પ્રેસ કોન્ફરન્સમાં જીલ્લાના પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here