જૂનાગઢ : માળીયા હાટીના વિરડી ગામના મહિયા ક્ષત્રિય સમાજ તથા અંકુર વિદ્યાસંકુલનુ નામ રોશન કરતો તરુણ પ્રદ્યુમન ડાંગર

જૂનાગઢ, મયુર કૉદાવલા

૧૯મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશીપનું આયોજન તા. ૨૪ – ૨૬ નવેમ્બર ૨૦૨૩ પોર્ટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા વાડો – કાય કરાટે ડૉ. એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલ સાહેબના નેજા હેઠળ કરવામાં આવેલ હતું, જેમાં ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ચીન, નેપાલ , મલેશિયા, શ્રીલંકા, ઉજબેકીસ્તાન, ભૂટાન, ઈન્ડોનેશિયા, યૂરોપ, સહિતના ૧૦ દેશોએ ભાગ લીધો હતો, જેમાં આશરે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશો માંથી જોડાયા જેમાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ માળીયા હાટીના ના અમરાપુર અંકુર સ્કુલનો વિદ્યાર્થી પ્રદ્યુમન નામુભાઈ ડાંગરએ અંડર ૧૭ વર્ષની કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે.
આ વિદ્યાર્થિઓને કરાટે કોચ શિહાન પ્રવીણકુમાર ચૌહાણ અને સેન્સય ધરમવીરસિંહ ના નેતૃત્વ હેઠળ કરાટે તાલીમ મેળવે છે . અને આ ૧૯મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પયનશીપમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સાઉથના ઍક્ટર શ્રી સુમન તલવાર સર, યૂરોપ થી આવેલ મહેમાન વાડો – કાય વાઈસ પ્રેસિડેન્ટ બેરી વીલકીસન સર, wkf જ્જ સાહિન અખ્તર મેમ દ્વારા કરાટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું
ભગતસિંહ. ઝણ કાત તેમજ સ્ટાફ દ્વારા
આજરોજ આ તરુણ એ સિધ્ધિઓ મેળવી દેશનું નામ રોશન કરતા ,વિરડી ગામે તરુણ પ્રદ્યુમન ડાંગર નો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. ડીજે ના તાલે દેશ ભક્તિ ના ગીતો સાથે વિરડી માં ભવ્ય સરઘસ નીકળેલ ત્યાર બાદ વિરડી હાઈસ્કૂલ ખાતે યોજાયેલ સમારંભ મા બહોળી સંખ્યામાં ગ્રામજનો, જ્ઞાતિ જનો જીલ્લા તથા તાલુકા ભાજપ અગ્રણીઓ તથા સહકારી ક્ષેત્ર ના આગેવાન લક્શ્મણભાઇ યાદવ,ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ ,સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા તથા રામશીભાઈ ડોડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી દેશ તથા ગામનુ નામ રોશન કરનાર પ્રદ્યુમન ડાંગર તથા તેમની શાળા તથા તેમના સ્ટાફ ને અભિનંદન આપ્યા હતા. આ તકે દરેક અગ્રણીઓ એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અંતમાં સિધ્ધી મેળવનાર તરુણને અંકુર સ્કુલ ના આચાર્ય તથા લક્શ્મણભાઇ યાદવ ના હસ્તે પ્રોત્સાહન રુપે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here