વાંકાનેર પંથકમાં સવારથી સાંજ સુધી પવનની લહેરો સાથે ધીમીધારે વરસાદે વારો લીધો…

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

વાંકાનેર પંથકમાં સવારથી જ પવનની લહેરો સાથે વરસાદી માહોલ સાથે વરસાદ ધીમી ધારે સાંજના સાત વાગ્યા સુધી ચાલુ બંધ એટલે કે અડધો કલાક 15 મિનિટ કે કલાક સુધી વિરામ કર્યા બાદ ફરી વરસાદનું આગમન રહેતું હતું સવારથી જ પવનના સુસ્વાટા શરૂ થઈ ગયા હતા અને વરસાદી માહોલ સાથે વરસાદના રેડા ધીમીધારે સમગ્ર વાંકાનેર પંથકમાં ઠંડુ વાતાવરણ કરી દીધું છે અને વાંકાનેર પંથકના માર્ગો પર વરસાદના પાણી ખાડામાં નિકાલના અભાવે સતત તલાવડા ની માફક ફરી વળ્યા છે જેથી મચ્છરોનો ઉપદ્રવ વધવાના સંકેતો વાંકાનેર પંથકના લોકો ના આરોગ્ય માટે ભયજનક બને તે પહેલા જ તંત્ર વાહકો દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે સાથે વરસાદના પાણીના નિકાલ અને માર્ગો પર પડેલા ખાડા માં મોરમ મેટલ પાથરી રહાદારી કે વાહન ચાલકો માટે કોઈ દુર્ઘટના અકસ્માત જનક ના બને તેની તકેદારી તંત્ર વાહકો અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પ્રજા ચિંતક કાર્ય કરે તેવી લાગણી ભેર માંગણી ડિજિટલ યુગમાં ઝડપી વિકાસની આશાઓ સાથે મતદાર પ્રજામાં જન્મી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here