શહેરા તાલુકાના ઉડારા પાસે રમજીની નાળ ખાતે ગ્રામ્યજનો માટે પીવાના પાણીની સમસ્યા દુઃખ સમાન…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના ઉડારા પાનમ નદીના કિનારે આવેલ રમજીના નાળ ખાતે પીવાના પાણીની સમસ્યા હોવાથી ગામની મહિલાઓ પાનમ નદી ખાતે પાણી ભરવા જતી હોય છે. અનેક વખતે જાગૃત ગ્રામજનોની રજૂઆત બાદ પણ આજદિન સુધી પાણીની તકલીફનું નિરાકરણ થયું નથી…..

મળતી માહિતી મુજબ શહેરાના ઉડારા પાસે રમજીની નાળ ખાતે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા ગ્રામ્યજનો માટે દુઃખ સમાન બની ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગામના હેડપંપનું પાણી પીવા લાયક ન હોવાથી પીવાના પાણીની ખુબ જ તકલીફ પડતી હોય છે. જેના કારણે સ્થાનિક મહિલાઓ એક જૂથ બનાવીને ૧ કી.મી દુર આવેલ પાનમ નદી ખાતે પાણી ભરવા માટે જતી હોય છે. રોજે-રોજ ગામથી દુર પીવાનું પાણી ભરવા જવાની યાત્રામાં સમયની સાથો-સાથ માનસિક યાતના પણ ભોગવી પડતી હોય છે, ગ્રીષ્મના તપતા તપારામાં પાણીની તરસ ખુબ જ અઘરી સાબિત થાય છે. માટે ગામના જાગૃત ગ્રામજનો દ્વારા આ પીવાના પાણીની સમસ્યા હલ થાય તે માટે ગ્રામ પંચાયત ખાતે અને ગ્રામસભામાં પણ આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તંત્ર પાણી પુરવઠા યોજના થકી કોઈ યોગ્ય ઉપાય કરી આપે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે. ત્યારે જોવું જ બની રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં મસ્ત રીતે ઊંઘી રહેલું જવાબદાર તંત્ર આ નાનકડા ગામની પીવાના પાણીની સમસ્યા ક્યારે હલ કરે છે તે જોવું રહયુ છે.

રમીલાબેન નાયકાને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે અમારા ગામની પાણીની સમસ્યા વર્ષો જુની હોવા છતાં તંત્ર દ્વારા તેનું નિરાકરણ કરવામાં આવતું નથી અમે પાછલા કેટલા વર્ષોથી પાનમ નદીનું પાણી પીવીએ છીએ સરકારી તંત્ર કોઇ મદદ કરતું નથી……..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here