બનાસકાંઠા : ઉંબરી ગામે મુનિ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબનું પ્રવચન યોજાયું

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

આજે ઉંબરી ગામે મુનિ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબનું પ્રવચન યોજાયું હતું પ્રવચન બાદ ગામના દરબાર સમાજ એ પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને મુનિશ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબને ગામમાં ચાતુર્માસ કરવાની વિનંતી કરી હતી, આ ઘટના એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે લગભગ 100 વર્ષ થી ઉંબરી ગામમાં કોઈ જૈન સાધુ મહાત્મા નું ચાતુર્માસ થયું નથી, ઉંબરી ગામના જૈન મહાજન સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પૂજ્યશ્રી ના ગુરુ આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આ વિનંતી સ્વીકારે અને ચાતુર્માસ કરવાની રજા આપે તો *ઉમરી ગામમાં ઈતિહાસમાં 100  વર્ષ પછી જૈન સાધુ મહારાજ નું ચાતુર્માસ થશે,
ખાસ વાત-: આમ તો ઘણાબધા ગ્રામજનો ગામથી દૂર પોતાના ખેતરમાં રહે છે, પણ જો ગામમાં સાધુ મહારાજનું ચાતુર્માસ થાય તો ગામમાં પોતાના ઘર ખોલીને રહેવા આવવાની તૈયારી બતાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here