સણસોલી ગામના એસટી ડ્રાઇવરના ક્રેડિટ કાર્ડ માંથી ઈલેક્ટ્રોનિક માધ્યમથી નાણા ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના સણસોલી ગામે બેંક વાળા ફળિયામાં રહેતા નિવૃત્ત એસટી કર્મચારી અશોકકુમાર પ્રભાતસિંહ રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓનું હાલોલ ની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું હતું અને તેઓ પાસે ક્રેડિટ કાર્ડ પણ હતું પરંતુ આ ક્રેડિટ કાર્ડ ઘણા સમયથી વપરાયા વગરનું હોવાથી તેઓએ આ કાર્ડ બંધ કરવા માટે બેંક ને જણાવેલું પરંતુ બંધ થયુ ન હતું ગત તા ૦૮/૧૨/૨૨ ના રોજ તેઓને એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલ અને ફોન કરનાર સ્ટેટ બેંકની અમદાવાદ લાલ દરવાજા ખાતેથી બોલું છું તેમ જણાવી ક્રેડિટ કાર્ડ બંધ કરવા બાબતે વાતચીત કરી હતી આ વ્યક્તિ દ્વારા ઓટીપી માંગતા ફરિયાદી અશોકભાઈએ ઓટીપી આપ્યો ન હતો જેથી આગળથી જણાવેલ કે તમારા ઉપર બેંકના કર્મચારીનો ફોન આવશે કાળ અંગેની વિગતો જણાવી દેજો એમ કહ્યું હતું ત્યારબાદ એ જ નંબર પરથી ત્રણથી ચાર વાર ફોન આવ્યો હતો અને ફોન ચાલુ રખાવ્યો હતો ત્યારબાદ બીજા કોઈ વ્યક્તિનો ફોન આવેલો હતો પરંતુ ફરિયાદીએ ફોન ઉપાડયો ન હતો ત્યારબાદ હાલોલ ખાતેની બેંકમાંથી તેઓ ઉપર રૂ ૪૪,૧૪૭/ ભરવા બાબત નો ફોન આવતા તેઓએ જણાવેલ કે તેઓએ ક્રેડિટ કાર્ડ માંથી કોઈ રકમ નો ઉપયોગ કરેલ નથી ત્યારે તેઓને ખ્યાલ આવેલ કે ફોન ચાલુ રખાવી ઇલેક્ટ્રોનિક માધ્યમથી તેઓના ક્રેડિટ કાર્ડ માંથી ઠગાઈ કરવામાં આવેલ છે આ બાબતે તેઓએ સાઇબર ક્રાઇમ ખાતે પણ અરજી આપી હતી અંતે કલર પોલીસ માટે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની કલમ સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here