છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની શિવરંજની સ્કૂલ ઓફ ડાન્સની શિષ્યાઓએ ભારતનાટ્યમમાં જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા માં તાજેતરમાં યોજાયેલ કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ માં જિલ્લા કક્ષાની ભારતનાટ્યમ સ્પર્ધામાં વય ગ્રુપ ૧૫ થી ૨૦ માં બોડેલીના શિવરંજની સ્કૂલ ઓફ ડાન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ક્રિષ્ના દિલીપભાઈ બારીયાએ પ્રથમ નંબર તેમજ રાઠવા હેલી લાલસીંગભાઇએ જિલ્લા કક્ષાએ વય ગૃપ ૬ થી ૧૪ માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી પોતાના પરિવાર સાથે શિવરંજની સ્કૂલ ઓફ ડાન્સનું પણ ગૌરવ વધાર્યું હોય આ બંને દીકરીઓને શિવરંજની સ્કૂલ ઓફ ડાન્સ દ્વારા અભિનંદન સાથે આવનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ ઉત્તમ પ્રદર્શન કરે તે માટે શુભેચ્છા પાઠવવા માં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here